<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં છઠ્ઠી ટર્મ માટે ઉમેદવારી નોંધાવતા ડો.પ્રિયવદન કોરાટ

સતત પાંચ ટર્મથી બોર્ડ મેમ્બર તથા યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકેની ઉમદા કામગીરીથી રાજ્યભરમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવી છાપ : વિસાવદરના નાનકડા ગામમાં જન્મેલા કોરાટની પારાવારિક રસપ્રદ કહાની

(યાસીન બ્લોચ) વિસાવદર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક મંડળ વિભાગમાં સતત પાંચ ટર્મથી બોર્ડ મેમ્બર તરીકે સતત ચૂંટાતા સિનિયર સદસ્ય ડો.પ્રિયવદન કોરાટે આજે છઠ્ઠી વખત વિજયી ભવ: મુહૂર્તમાં ચૂંટણી અધિકારી અર્ચનાબેન ચૌધરી સમક્ષ ઉમેદવારીપત્ર રજૂ કર્યુ હતુ. ઉમેદવારીપત્ર રજૂ કરતી વેળાએ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના માજી પ્રમુખ અને શાળા સંચાલક મંડળના ઝોન ચેરમેન એન.ડી.જાડેજા, રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ મહામંત્રી તથા રાજ્ય શાળા સંચાલક મંડળના પૂર્વ મહામંત્રી કનુભાઈ સોરઠીયા, રાજ્ય શાળા સંચાલક મંડળના મંત્રી તથા વાલી મંડળના અગ્રેસર અશોકભાઈ રામ સહિત શિક્ષણ ક્ષેત્રના અગ્રેસરો ઉપસ્થિત રહ્યા હતા.

    ગુજરાતના ધુરંધર શિક્ષણ શાસ્ત્રી-પ્રખર કેળવણીકાર ડો.પ્રિયવદન કોરાટ વર્ષોથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સીનિયર સદસ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય, અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળ-અમદાવાદના અગ્રેસર છે. ડો.પ્રિયવદન કોરાટનુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમા શૈક્ષણિક ક્ષેત્રે જાણીતુ નામ છે.
     વિસાવદર પંથકનુ ગૌરવ સમા ડો.પ્રિયવદન કોરાટ મુળ વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના લેઉઆ પટેલ સમાજના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા...પિતા-જીવરાજભાઈ કોરાટ-કાકાઓ-ભાઈઓ-સમગ્ર કુટુંબ સરળ-નિખાલસ અને પરોપકારી ભાવનાવાળા..ઉચ્ચ આદર્શો અને માનવતાના ઉમદા ગુણો ધરાવતા જીવરાજભાઈ કોરાટને ત્યાં જે તે વખતે પુત્ર રત્નનુ આગમન થયુ..ચહેરો જોતા જ ગમી જાય તેવો..જેથી ફઈબાએ નામ રાખ્યુ "પ્રિયવદન" અને બાલ્યાવસ્થાથી અત્યાર સુધી નામ પ્રમાણેના જ ગુણ સાર્થક કરનાર "પ્રિયવદન" હંમેશા સૌના પ્રિય બનીને રહ્યા છે..સબંધોની રખાવટ અને કામ કરવાની આગવી શૈલી તેમનો સર્વોપરી-ઉચ્ચ ઉમદા ગુણ છે.
   જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરીના ખેડૂત પરિવારમાં જન્મેલા ડો.પ્રિયવદન જીવરાજભાઈ કોરાટનુ બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ભેસાણ તાલુકાના બામણગઢ અને ત્યારબાદ છેલ્લા ચાર દાયકાથી જેતપુર ખાતે સ્થાયી છે,તેઓ વિદ્યાર્થીકાળથી જ લીડરશીપના આગવા ગુણો ધરાવે છે.એમ.એ.,એમ.એડ.પીએચડી સુધીનો અભ્યાસ ધરાવતા ડો.કોરાટે ચાર વખત ગ્રેજ્યુએશન અને બે વખત પોસ્ટ ગ્રેજ્યુએશન ઉચ્ચ ગુણાંક સાથે પાસ કર્યુ છે તેઓ શિક્ષણ વિષયની સાથોસાથ પત્રકારત્વના શિક્ષણમા પણ સ્નાતક થયેલા છે.તેઓ વિધાર્થીકાળમાં પણ વિધાર્થી આલમમાં ખૂબ જ લોકપ્રિય હતા

   . ૧૯૮૩/૮૪માં તેઓ જેતપુર બોસમીયા કોલેજમાં વિધાર્થી યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે જવલંત વિજયી થયેલા,અને સૌરાષ્ટ્રમાં વિધાર્થી આગેવાન તરીકે પાયાના પ્રશ્નો ઉઠાવેલા અને લડાયક વિધાર્થી નેતા તરીકેની આગવી છાપ ઉભી કરી શકયા હતા.
    ડો.પ્રિયવદન કોરાટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે રહી ચૂકયા છે અને છેલ્લી પાંચ ટર્મથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે અણનમ ચૂંટાઈ રહ્યા છે.તેઓ અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ-અમદાવાદના મહામંત્રી તરીકે યશસ્વી સેવાઓ આપી રહ્યા છે.
  ખુલ્લા મનના માનવી, સ્પષ્ટ વકતા અને હંમેશા કોઈને ઉપયોગી થવાના આદર્શ ગુણો ધરાવતા ડો.પ્રિયવદન કોરાટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય તરીકે રાજ્યભરના હજારો દિકરી-દિકરાઓને માધ્યમિક શિક્ષક બનવાના સ્વપ્ન સાકાર કરવામા બોર્ડ મેમ્બર તરીકે નિમિત્ત બન્યા છે.તેઓ ગુજરાતભરની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ-સંચાલકો-શિક્ષકો-વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા સકારાત્મક ચાવીરૂપ ભૂમિકા અદા કરતા રહ્યા છે.
    ડો.પ્રિયવદન કોરાટે જેતપુર ખાતે સને-૧૯૮૩માં વિવેકાનંદ શાળા સંકુલ  સ્થાપિત કર્યુ છે.જે સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં
   આગવુ સ્થાન હાંસલ કર્યુ છે.ડો.કોરાટના જ સીધી દેખરેખ અને માર્ગદર્શન તળે સંચાલિત આ સંકુલમાં અવિરત ૩૦ વર્ષથી દર વર્ષે ચાર હજાર વિધાર્થીઓ અભ્યાસ કરે છે.આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલા હજારો વિધાર્થી-વિધાર્થીનીઓ આજે ભારત અને વિશ્વના અન્ય દેશોમા ડોકટરો-વકીલો-એન્જીનીયરો-બિઝનેસમેનો-જાહેર જીવનના અગ્રણીઓ-સમાજ શ્રેષ્ઠીઓ અને અનેકવિધ ક્ષેત્રોમાં અનન્ય સફળતા હાંસલ કરી ચૂકયા છે.આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા આઈઆઈટી, આઈઆઈએમ સ્ટુડન્ટ્સ દેશમાં વર્ષે ૨૦ લાખથી વધુના પેકેજમા ફરજો બજાવી રહ્યા છે.
   ડો.પ્રિયવદન કોરાટ રાજકોટ ખાતે કસ્તુરબા ધામ ત્રંબા ખાતે ગ્રીન ફાર્મ સ્કૂલ ૧થી ૧૦ સીબીએસઈ ઈંગ્લિશ મીડિયમ નિવાસી શાળા પણ ચલાવી રહ્યા છે.આ શાળાની એકદમ સામે જ ડો.કોરાટ એક "માનવ મંદિર" નામની સંસ્થા ચલાવી રહ્યા છે.જેમાં અલગારી ગાંડાઘેલા-પાગલોનુ લાલન-પાલન-ભરણપોષણ થઈ રહ્યુ છે.આ "માનવ મંદિર"નુ સંચાલન-સેવા  ડો.કોરાટના સગાભાઈ ધીરૂભાઇ કોરાટ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે,૧૯૮૬ની શિક્ષણ નીતિના અમલમા બોર્ડ મેમ્બર તરીકે ડો.પ્રિયવદન કોરાટનો સિંહ ફાળો રહ્યો છે.-

(7:32 PM IST)