<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

દીવ સહિત ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વેરાવળના આદ્રી અને નવાપરા ગામની વચ્ચેના દરિયાકિનારે પથ્થર સાથે ટકરાતા બોટનો ભૂક્કો બોલી ગયો અને બોટે જળસમાધિ લીધી

ગીર સોમનાથ: વાવાઝોડાના ખતરા વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે.   દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.  દીવ સહિત ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરવા જઈ રહ્યા છે.  આજે ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી હતી.

વેરાવળના આદ્રી અને નવાપરા ગામની વચ્ચેના દરિયાકિનારે પથ્થર સાથે ટકરાતા બોટનો ભૂક્કો બોલી ગયો અને બોટે જળસમાધિ લીધી હતી. જો કે બોટમાં સવાર માછીમારોને બચાવી લેવાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી બોટ ડૂબી છે.  વરસાદી માહોલ વચ્ચે જામવાળા નજીક આવેલા જમજીરના ધોધે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે.

(10:13 PM IST)