હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th August 2024
વરસાદે વિરામ લીધા બાદ મોરબીના બોરીયા પાટી વાડી વિસ્તારમાં કીચડનું સામ્રાજ્ય.
ગારા કીચડમાં ચાલીને પણ રાહદારી પસાર થઇ સકે તેવી સ્થિતિ નથી: કીચડને કારણે વાડી વિસ્તારના લોકોને રોગચાળાનો ભય

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી સહીત રાજ્યમાં અતિ ભારે વરસાદ બાદ હવે સ્થિતિ થાળે પડી છે અને ઉઘાડ જોવા મળી રહ્યો છે વાવાઝોડાનું સંકટ પણ લગભગ ટળી ગયું છે જોકે મોરબી બોરિયા પાટી વિસ્તારમાં ગારા કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
મોરબી નગરપાલિકાના વોર્ડ નં ૧૨ માં આવેલ બોરિયા પાટી વાડી વિસ્તારમાં ગારા કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગારા કીચડમાં ચાલીને પણ રાહદારી પસાર થઇ સકે તેવી સ્થિતિ રહી નથી કીચડને કારણે વાડી વિસ્તારના લોકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રને તાત્કાલિક કીચડ હટાવી ચાલી સકાય તેવો માર્ગ કરવા અને ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
