તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
રળોલ ગામની સીમમાં તણાઇ ગયેલા આધેડનો મૃતદેહ મળ્યો

વઢવાણ,તા. ૩૧: લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતાં અમીર આલશીભાઈ ઢોળીતર મંગળવારે ઘડુલા વિસ્તારમાં સોખડાની સીમમાં આવેલા ખેતરમાં વાવેતર કરેલા પાકમાં નજર કરવા ગયા હતા. વઢવાણના ભોગાવો નદીનું પાણી રળોલ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યું હતું. સોખડાની સીમમાં ભોગાવા નદીના પાણીનું જોર પૂર જેવું હતું. પાણીના પ્રવાહમાં અમીરભાઈ તણાઈ ગયા હતા. સાંજ પડવા છતાંય અમીરભાઈ ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. બીજા દિવસે પરિવારજનો સાથે ગ્રામજનોએ અમીરભાઈની શોધખોળ હાથ ધરી હતી.
પૂર્વ સરપંચ એ.ડી.વારૈયાએ બનાવ અંગે પોલીસ, મામલતદાર અને પ્રાંત કચેરીએ જાણ કરી હતી. પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, મામલતદાર કે.ડી.સોલંકી, SDRFની ટીમ સાથે બનાવનાં સ્થળે દોડી આવ્યા હતા. શુક્રવારે પાણી ઓસર્યા બાદ તાર ફેન્સિંગ કરેલા ખેતરના શેઢા પાસે અમીરભાઈનો મૃતદેહ બહાર દેખાયો હતો. ૫૬ વર્ષિય અમીરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
