તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ચોટીલા વિસ્તારમાં ત્રણ અને સુરેન્દ્રનગરમાં એક સ્થળે ચોરીઃ સવા નવ લાખ તસ્કરો લઇ ગયા !

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૧: જિલ્લામાં ચોટીલા તથા સુરેન્દ્રનગરના ૪ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ખાતર પાડયુ છે. જેમાં ૨ શિક્ષક, ૧ નિવૃત શિક્ષક સહિત ૪ ઘરોમાંથી રૂ. ૯.૨૩ લાખના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચોટીલાની અમીધારા સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ જેરામભાઈ સરવૈયા રતનપર ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જન્માષ્ટમીના તહેવારોની રજા હોઈ તા. ૨૫જ્રાકマ તેઓ પરીવાર સાથે સાસરે વિરમગામ ગયા હતા. તા. ૨૭જ્રાકマ પડોશીએ ફોન કરી ઘરના તાળા તુટેલા અને ચોરી થયાની જાણ કરતા તેઓ આવ્યા હતા. અને તપાસ કરતા ૪,૫૦૦ રોકડા, સોના-ચાંદી ઘરેણાં સહિત રૂ. ૧૫ હજારની મત્તાની ચોરી થઈ હતી. જયારે તેમના ઘર પાસે રહેતા નિવૃત શિક્ષક સોમાભાઈ ગોવિંદભાઈ કુકડીયા તેમના પત્નીનું મોતીયાનું ઓપરેશન કરાવવા બહારગામ ગયા હતા. ત્યારે તેમના ઘરે પણ તસ્કરો રૂ. ૨ હજારની મત્તા લઈ ગયા છે. આ ઉપરાંત સામેની શિવશકિત સોસાયટીમાં રહેતા આકાશભાઈ દશરથભાઈ પરમારના ઘરેથી ૨૫ હજારની મત્તા ચોરાઈ હતી. તપાસ એ.જે.જાદવ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજ પાછળ બાપા સીતારામની મઢુલી પાસે રહેતા પરેશ અરજણભાઈ ગુર્જર દસાડાના સેડલા ગામે પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૨૭મી ઓગસ્ટના રોજ તેમના ઘરે મહેમાન આવેલા હતા. અને સોમનાથ પાર્કમાં રહેતા તેમના સાળા હર્ષદ પ્રભુભાઈ સદાદીયાના ઘરે જમવાનું હતુ. આથી તેઓ ઘરને લોક કરીને સાંજના ત્યાં ગયા હતા. રાતના આશરે દોઢથી પોણા બે કલાકના સમયે તેઓ ઘરે આવતા ઘરનુ તાળુ તુટેલુ હતુ. અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો. જયારે કબાટમાં તપાસ કરતા સોનાની બંગડી, ચેન, મંગળસુત્ર, વીંટી, ત્રણ જોડ બુટ્ટી, કડી, સાંકળી, પરચુરણ ચાંદીના ઘરેણા અને રોકડા રૂ. ૫ હજાર સહિત રૂ. ૮,૮૧,૦૦૦ની મત્તા ચોરાઈ હતી. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ આર.એમ.સંગાડા ચલાવી રહ્યા છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
