તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
હળવદના ઢવાણા ટ્રેકટર દુર્ઘટનામાં લાપતા બનેલા આઠેય વ્યકિતઓના મૃતદેહ મળ્યા
૨૫મીના સર્જાઇ હતી દુર્ઘટનાઃ બારોટ પરિવારે ઘરના પાંચ સભ્યો ગૂમાવ્યા

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૩૧: હળવદ તાલુકાના ઢવાણા ગામે ૨૫ ઓગસ્ટના રોજ મોડી સાંજે ગામના પાદર માંથી પસાર થતી નદી ક્રોસ કરતી વેળાએ ટ્રેક્ટર પાણીમાં તણાયું હતું.જેમાં ૧૭ લોકો સવાર હોય ૯ બચી ગયા હતા જયારે ચાર મહિલા અને ચાર પુરુષ લાપતા બની જતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી હતી.જેમાં મંગળવારે ત્રણ બુધવારે ચાર અને ગઈકાલે શુક્રવારે એક મળી કુલ આઠેય મૃતદેહો મળી આવ્યા છે.
ઢવાણા ગામે ટ્રેક્ટર દુર્ઘટનામાં લાપતા બનેલા મહિલા,પુરુષો અને બાળકોની શોધખોળ માટે એન ડી આર એફ,એસ ડી આર એફ સહિતની ટીમોને બોલાવવામાં આવી હતી.તો સાથે જ સ્થાનિક તરવૈયાઓએ કામગીરી કરી સતત છ દિવસ સુધી ઢવાણા થી કોયબા સુધીની નદીમાં તપાસ કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં અશ્વિનભાઈ રાઠોડ,ઉ.૨૮, રહે.જોરાવરનગર. સુરેન્દ્રનગર,અશિષભાઈ સુરેશભાઈ બારોટ,રહે.નવા ઢવાણા,રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.૪૫,રહે.નવા ઢવાણા,વિજય સુરેશભાઈ બારોટ, ઉ.૧૯ રહે.નવા ઢવાણા,જિનલબેન મહેશભાઈ બારોટ ઉ.૦૬,રહે.પાટડી, સુરેન્દ્રનગર,ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, ઉ.૧૬, રહે.નવા ઢવાણા,જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા ઉ.૩૨ રહે.નવા ઢવાણા,રામદેવ પ્રવીણભાઈ મકવાણા ઉ.૧૪, રહે.નવા ઢવાણાનો મૃતદેહ મળી આવ્યો છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
