તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
પ્રેમલગ્નનો ૮મા વર્ષે કરૂણ અંતઃ વારંવારના ઝઘડાના લીધે પત્નિને મારી નાખીઃ પિંગળીની હત્યાનો ભેદ ખૂલ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩૧: તળાજાના પિંગળી ગામના ખડૂતની વાડીમા ભાગીયા તરીકે મજૂરી કામ કરતા પતિ એ પત્નીની કરેલ હત્યાને લઈ આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યોછે.પ્રેમ લગ્નના આઠ વર્ષે વારંવાર થતા ઝઘડાને લઈ પત્નીની હત્યા ક્ષણિક ક્રોધમાં આવીને પતિએ કરી હોવાનું ખુલ્યુંછે.સસરાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આઈ.પી.એસ અંશુલ જૈન પાસે થી મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના કળસાર ગામના રહેવાસી મગનભાઈ બેચરભાઈ ભાલિયાની દીકરી અસ્મિતા એ આઠ વર્ષ પહેલાં ઉંચા કોટડા ના શિવા છનાભાઈ વાસીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.આઠ વર્ષના ફળ સ્વરૂપે ત્રણ સંતાન છે. અસ્મિતા અને શિવાના પ્રેમલગ્ન હોવા છતાંય ઘર કંકાસ રહેતો હતો.પતિ શિવાભાઈ પત્ની અને સંતાનોને મારમારતા હોય પત્ની અસ્મિતા પિયર ચાલી જતી હતી.છ માસ પહેલા પણ અસ્મિતા અને સંતાન ને આરોપી શિવાભાઈ એ માર મારતા પિતાના ઘરે આવીગયા બાદ પતિ શિવાભાઈ હવે ઝઘડો નહિ કરું તેમ મનાવી ને લઈ ગયેલ.
બાદ ગઈકાલે બપોરના સમયે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ક્ષણિક ઉશ્કેરાટમા આવી ને વાડી વચ્ચે જ પડેલા મોટા પથર ના ઘા માથામાં મારી ને પત્ની ની હત્યાકરી પતિ શિવાભાઈ ફરાર થઇ ગયેલ.
હત્યારા પતિને શોધવા માટે પોલીસે ટેક્રિકલ સર્વેલન્સ અને માનવ સોરસીસ કામે લગાડતા જાણવા મળ્યું હતુંકે હત્યારા નો મોબાઈલ સવાર થીજ બંધછે.એટલે પોલીસ માટે માનવ સોરસીસ જ બચ્યા હતા.જેને કામે લગાડતા હત્યા કરીને ચાલી ને પાલીતાણા ભાગી ગયેલા હત્યારા પતિ ને ગણતરી ની કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મળીહતી.
હત્યાના પગલે અસ્મિતાબેન ના પિતા મગનભાઈ બેચરભાઇ ભાલિયા એ જમાઈ શિવાભાઈ વાસીયા વિરુદ્ધ દીકરી ને પથર ના ઘા ઝીંકી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
દીકરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
તળાજા મહુવા પંથકમાં છોકરા છોકરીઓ સાથે ખેત મજૂરી કરતા હોયતેને લીધે પ્રેમ સંબધમાં બંધાયને ભાગી જવાના કિસ્સાઓ ખૂબ બની રહ્યા છે.જેમા ઘણા કિસ્સામાં યુવક વ્યસની હોવા છતાંય પ્રેમમાં અંધ બની ને છોકરીઓ યુવક સાથે ભાગી જતી હોયછે.આ કિસામાં પણ ત્રણ સંતાનો હોવા છતાંય પત્નીને મોત ને ઘાટ ઉતારનાર પતિ વ્યસની હતો.પિતાનું ઘર છોડીને ભાગી પ્રેમ લગ્ન કરનાર માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
