<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ઉપલેટામાં હીંડોળામાંથી ફંગોળાઇ જતાં ધો-૫ના છાત્ર ૧૦ વર્ષના ધાર્મિકનું મોત

રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયોઃ સોલંકી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૧: ઉપલેટામાં પોરબંદર રોડ પર શ્રધ્‍ધા સોસાયટીમાં રહેતો ધાર્મિક મનિષભાઇ સોલંકી (ઉ.વ.૧૦) ૨૮મીએ સાંજે આઠેક વાગ્‍યે ઘરે હીંડોળામાં હીંચકા ખાતો હતો ત્‍યારે ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે.

ધાર્મિકને પ્રથમ ઉપલેટા બાદમાં ગોંડલની હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ ગઇકાલે તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ ઝનાના હોસ્‍પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને થતાં એએસઆઇ કે. કે. માઢકે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતયુ પામનાર એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તે ધોરણ-૫માં ભણતો હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. બનાવને પગલે સોલંકી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. વધુ તપાસ ઉપલેટા પોલીસ કરશે.

(10:47 AM IST)