<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

હાશ! વાદળા પણ વિખેરાયા : માત્ર દ્વારકા-વેરાવળમાં પોણો ઇંચ

સૌરાષ્‍ટ્ર ઉપરથી વાવાઝોડાનો ભય ટળવાની સાથે આજથી સર્વત્ર સૂર્ય પ્રકાશ હવામાનથી લોકોને નિરાંત : અન્‍યત્ર ૧ર વિસ્‍તારમાં હળવા ઝાપટા વરસ્‍યાઃ હવે પાણી ઓસરે અને સાધન સામગ્રીઓ સૂકાય તેની રાહમાં લોકો

રાજકોટ તા. ૩૧ :.. ગુજરાતભરમાંથી વાવાઝોડાનો ભય દૂર થવાની સાથે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી સંપૂર્ણ સૂર્ય પ્રકાશ હવામાનથી લોકોને નિરાંત થઇ છે અને વાદળો પણ વિખેરાય જતા આકાશ પણ સંપૂર્ણ ખુલ્લુ થઇ જવા પામ્‍યું છે.

જો કે છેલ્લા ર૪ કલાકમાં માત્ર દ્વારકા અને વેરાવળમાં પોણો ઇંચ વરસાદ વરસ્‍યો છે અને અન્‍યત્ર ૧ર વિસ્‍તારમાં હળવા ઝાપટા વરસ્‍યા છે.

બીજી તરફ લોકો હવે પાણી ઓસરવા લાગે અને સાધન સામગ્રી સૂકાવા લાગે તેની રાહમાં છે. જો કે આજથી તડકો નિકળતા લોકોએ પણ રાહતનો દમ લીધો છે. આજે સવારે ૮ વાગ્‍યા સુધી છેલ્લા ર૪ કલાકનો વરસાદ ૧ર માંથી માત્ર ૭ જીલ્લામાં વરસ્‍યો છે. જે નીચે મુજબ છે.

અમરેલી જીલ્લો

લીલીયા      ૧ મી. મી.

જાફરાબાદ   ૪ મી. મી.

ગોહિલવાડ

વલ્લભીપુર   પ મી. મી.

દ્વારકા જીલ્લો

કલ્‍યાણપુર   ૧ મી. મી.

દ્વારકા                 ૧૬ મી. મી.

ભાણવડ      ૧ મી. મી.

ઝાલાવાડ

લખતર               ર મી. મી.

ગીર જીલ્લો

તાલાલા      ૯ મી. મી.

વેરાવળ      ૧૮ મી. મી.

ઉના         ૧ મી. મી.

રાજકોટ જીલ્લો

રાજકોટ      ૧ મી. મી.

જામકંડોરણા ર મી. મી.

હાલાર

ખરેડી            ૬ મી. મી.

(10:48 AM IST)