<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

રીબડાના રાજદીપસિંહ જાડેજાના RAR ફાઉન્‍ડેશનની ટીમ ખડે પગે

તાલુકાના અનેક ગામોમાં અતિવળષ્ટીનો ભોગ બનેલ ૧૦૦ કરતા વધુ ગરીબ પરિવારોનું સ્‍થળાંતર કરીને ફાઉન્‍ડેશને કરી રહેવા અને ભોજનની વ્‍યવસ્‍થા...

ગોંડલ, તા. ૩૧ : ગોંડલ પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદને લઈને અનેક ગામોમાં ગરીબ પરિવારો આફતમાં મૂકાઈ જવા પામ્‍યા છે.ગાંડીતૂર નદીઓને લઈને નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા ગરીબ પરિવારોના મકાનો ઝૂંપડાઓમાં પાણી ઘૂસી જવા પામ્‍યા છે.ત્‍યારે સ્‍થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્‍યાએ લોકોનું સ્‍થળાંતર કરવાની ફરજ પડી છે.ગોંડલ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિભારે વરસાદને કારણે નાગરીકોને સાવચેત અને સલામત રહેવા માટે અપીલ કરી હતી.આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને કાંઈ  પણ તકલીફ હોય તો RAR ફાઉન્‍ડેશનના કંટ્રોલ નંબર ઉપર સંપર્ક કરવાનું જણાવ્‍યું હતું.

ગોંડલ પંથકમાં રાજદીપસિંહ જાડેજાના ય્‍ખ્‍ય્‍ ફાઉન્‍ડેશનની ટીમ તંત્ર સાથે સેવા કાર્યોમાં ખડેપગે જોવા મળી છે.ત્‍યારે ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં લોકોનું સ્‍થળાંતર કરીને RAR ફાઉન્‍ડેશને તેમની રહેવા અને જમવાની વ્‍યવસ્‍થા કરી હતી.ગોંડલના પૂર્વ ધારાસભ્‍યના પૌત્ર એવા રાજદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ ઘણા ગરીબ પરિવારોને રીબડા ખાતે પણ આશ્રય આપીને તેમની રહેવા અને ભોજનની વ્‍યવસ્‍થા કરી હતી.આ સાથે રીબડાના રાજદીપસિંહ જાડેજાના ય્‍ખ્‍ય્‍ ફાઉન્‍ડેશને ૧૦૦ કરતા વધુ ગરીબ પરિવારના લોકોનું સ્‍થળાંતર કરીને આફતમાં અનોખું સેવા કાર્ય કરેલ છે..(તસ્‍વીર હરેશ ગણોદીયા ગોંડલ)

(11:28 AM IST)