<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

બોટાદના લીંબુડા ગામમાં વરસાદ અને નદીના પાણીને કારણે સામે કાંઠે પહોંચવુ મુશ્કેલ બન્યું

ગામની નદી પર પુલ ન હોવાને કારણે તે લોકો 35 કિલોમીટરનો ફેરો ખાવા મજબૂર:હાલમાં ગામના બે ભાગોને જોડતા રસ્તા પર 7 ફૂટ જેટલું પાણી

બોટાદના લીંબુડા ગામમાં વરસાદ અને નદીના પાણીને કારણે સામે કાંઠે પહોંચવુ અશક્ય બને છે. ગામના કેટલાય વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાય છે અને માલધારીઓને પણ હાલાકી વેઠવી પડે છે. ગામની નદી પર પુલ ન હોવાને કારણે તે લોકો 35 કિલોમીટરનો ફેરો ખાવા મજબૂર બને છે. 

  બોટાદ તાલુકાના લીંબોડા ગામે વરસાદ બંધ થવા છતા નદીમાં પૂરથી ગ્રામજનો પરેશાન છે. વરસાદ સમયે નદી પરથી પસાર થતા રસ્તા પર 15 ફૂટ જેટલું પાણી હોય છે. પૂરના પાણી ઓસર્યા છતાંય ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે. હાલ પણ ગામના બે ભાગોને જોડતા રસ્તા પર 7 ફૂટ જેટલું પાણી છે.

(11:57 AM IST)