<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂ.મોરારીબાપુ દ્વારા ૧૧ લાખની સહાય

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર, તા.,૩૧:  ગુજરાતમાં ૨૮ જેટલા મૃત્‍યુ આ અતિવૃષ્ટિને કારણે થયા છે અને ત્રિપુરામાં પણ છ જેટલા મળત્‍યુ થયા છે. એ ઉપરાંત ખેતીવાડી તેમજ લોકોનાં મકાનોને પણ મોટું નુક્‍સાન થયું છે. ત્‍યારે પૂ. મોરારીબાપુએ આ અતિવળષ્ટિમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હનુમાનજીની સંવેદના રુપે રુપિયા ૧૧ લાખનું તુલસીદલ સમર્પિત કર્યું છે. ત્રિપુરામાં અતિવળષ્ટિ પુર અને જમીન ધસી પડવાના કારણે ૨૨ લોકોના મળત્‍યુ થયા હતા એમને પણ પૂજ્‍ય બાપુએ પ્રત્‍યેકને રૂપિયા ૧૫ હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરેલ છે. ભારે વરસાદના કારણે જેમણે પોતાના જાન ગુમાવ્‍યા છે તેમના નિર્વાણ માટે પૂજ્‍ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે

(12:18 PM IST)