News of Saturday, 31st August 2024
શાપર-વેરાવળ અને ધોરાજીના સુપેડી ગામે જૂગારના દરોડાઃ ૧૧ પકડાયા

રાજકોટ તા. ૩૧ :.. શાપર-વેરાવળ અને ધોરાજીના સુપેડી ગામે જાહેરમાં પત્તા ટીંચતા ૧ર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
પ્રથમ દરોડોમાં શાપર-વેરાવળ પોલીસે ગોદાવરી ગેઇટ પાસે જાહેર રોડ ઉપર રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મનીષ મુકેશભાઇ અગ્રાવત ધંધો મજૂરી રહે. રાજકોટ કેશરી પુલ પાસે હનુમાનજીના મંદિર પાસે (ર) રાજેશ ઇશ્વરદાસ ભડીગજી ધંધો મજૂરી રહે. ધાણફુલીયા ગામ તા. વંથલી (૩) રવિ જેન્તીભાઇ કુમારખાણીયા ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ જુનુથાણુ રીબડા તા. ગોંડલ (૪) જીતુ કસ્તુરભાઇ ગોયા ધંધો મજૂરી રહે. હાલ ખોડીયાર હોટલ પાછળ ક્રિષ્ના એકર્ડ એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦ર કાંગશીયાળી ગામની સીમ ત્થા (પ) માંજુ મીઠુભાઇ શીંગાળ ધંધો મજૂરી રહે હાલ ગોદવરી ગેઇટ પાસે ઝૂપડામાને રોકડા ૭૦૪૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડોમાં ધોરાજી તાલુકા પોલીસે સુપેડી ગામે ભાયાણી ચોક, રાંગ વિસ્તાર પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ભુપત વજુભાઇ બાંભણીયા ઉ.૩ર, ધંધો મજૂરી (ર) કરણ બટૂકભાઇ જાડેજા ધંધો મજૂરી, (૩) જીજ્ઞેશ લાલજીભાઇ બરજોડ ધંધો મજૂરી, (૪) અજય બાબુભાઇ સોલંકી ધંધો મજુરી, (પ) સુરેશ ધનજીભાઇ રાઘવાણી ધંધો મજૂરી તથા (૬) સાવન બટૂકભાઇ જાડેજા ધંધો મજૂરી રે. તમામ સુપેડી ગામને રોકડા રૂા. ૧૧૩ર૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
