News of Saturday, 31st August 2024
જામનગર પાલિકા દ્વારા પુરજોશ કામગીરીઃ રસ્તા ચોખ્ખા કરાયાઃ વિજળી પૂર્વવતઃ કચરાનો નિકાલઃ સાફ- સફાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩૧: મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની સ્થિતિ બાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણી ઓસરતા કમિશ્નરશ્રી ડી. એન. મોદીના આદેશ અનુસાર અને નાયબ કમિશ્નરશ્રી ડી.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એન્જીનીયરશ્રી, ચીફ ફાયર ઓફિસરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહીત અલગ અલગ શાખાઓ દ્વારા કામગીરી શરુ કરેલ જેમાં ફાયર શાખા દ્વારા જામનગર શહેરના વિવધ વિસ્તારમાંથી ઝાડ પડી ગયેલ અંગે ના કોલ અને વિવિધ જગ્યાએ કાદવ કીચડના લીધે રસ્તા બંધ હતા તે ફાયર ફાઈટરની મદદ થી સાફ કરી રસ્તા પુનઃ ચાલુ કરેલ, તેમજ ઝાડના લીધે જે રસ્તા બંધ હતા અને જોખમી ઝાડ હતા જેના લીધે મકાનને કે રાહદારીઓને નુકશાન થઇ શકે તેમ હતા તેનું દૂર કરી રસ્તા ચોખા કરવામાં આવેલ હતા.
ભૂગર્ભગટર શાખા દ્વારા સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેઝ પમ્પીંગ સ્ટેશનો અને કાર્યરત ભુગર્ભ ગટર નેટવર્કને થયેલ નુકશાની થયેલ જેને પૂર્વવત સ્થિતિમાં કરવા અંગે ભુગર્ભ ગટર સફાઈની અને જરૂરિયાત મુજબ રીપેરીંગની કામગીરી ચાલુ છે, સીવેઝ પમ્પીંગ સ્ટેશનોની ઇલેક્ટ્રિક પેનલો વિગેરે રેક્ટીફીકેશન/ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને ઓથોરીટીની સુચના મુજબ જરૂરિયાત મુજબ અલગ અલગ સ્થળોએ વરસાદી પાણીના ભરાવાને દુર કરવા ડીવોટરીંગ કરવામાં આવે છે.
નવાગામ ઘેડ સ્થિત ૭૦ MLD STP ના બ્લોઅર રૂમ, HT તથા LT પેનલ રૂમ, ટોનર રૂમ, બુસ્ટર પંપ રૂમ, ડી.જી. સેટ, સ્ટાફ ક્વાર્ટર, SCADA બિલ્ડીંગ તેમજ ઇન હાઉસ લેબમાં અંદાજીત ૩ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલ. જે પાણી ઉતરતા ઉપરોક્ત બિલ્ડીંગોની સાફ સફાઈ તથા ઇક્વિપમેન્ટ્સ- ઇલેક્ટ્રિક પેનલ વિગેરેની મરામતની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તથા જે જગ્યા પર ભૂગર્ભ ગટર પાઈપલાઈન નાખવાનું કામ કરવામાં આવેલ છે, તે ટ્રેન્ચમાં થયેલ સેટલમેન્ટમાં મુરમ ફીલિંગની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ છે.
વોટરવર્કસ શાખા દ્વારા જામનગર શહેરમાં ભારે વરસાદ તેમજ નદીમાં આવેલ પુરના કારણે પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચેલ હતી. તેમ છતા વોટર વર્કસ શાખા દ્વારા પુરના પાણી ઓછા થયા બાદ શહેરીજનોને શુધ્ધ પીવાનુ પાણી મળી રહે તે માટે તાત્કાલીક અસરથી વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવેલ છે. પુરના કારણે અસરગ્રસ્ત વોર્ડ નં.૦૨,૦૪,૧૦,૧૨.૧૫,૧૬ વિગેરેના વિસ્તારોમાં પીવાના પાણીના વોટર ટેન્કરની કુલ ૨૬ ટ્રીપો કરાવીને પાણી વિતરણ કરવામાં આવેલ છે.
શહેરમાં આવેલ ભારે વરસાદ તેમજ પવનના કારણે ભ્ઞ્સ્ઘ્ન્નો પાવર ન હોવા છતા વોટર વર્કસ શાખા દ્વારા સમર્પણ, શંકર ટેકરી, ગુલાબનગર, નવાગામ ઘેડ, બેડી, ગોકુલનગર, રવિપાર્ક, ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારો તથા જામનુ ડેરૂ અને પાબારી અને પવનચકકી ઝોન હેઠળના વિસ્તારોમાં નળ વાટે પાણી વિતરણ ચાલુ રાખવામાં આવેલ હતુ. તમામ વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકે તે માટે વોટર વર્કસ શાખાના તમામ એન્જીનીયરઓ દ્વારા યુધ્ધના ધોરણે વાલ્વની આજુ બાજુ સફાઈ કરીને પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેમજ શહેરને પાણી પુરુ પાડતા જળાશયોમાંથી પાણી ફીલ્ટર પ્લાન્ટ સુધી નિયમીત રીતે પહોંચી રહે અને ફીલ્ટર પ્લાન્ટ પણ નિયમીત રીતે ચાલુ રહે તે માટે જરૂરી ડીઝલની વ્યવસ્થા કરીને ડીજીસેટ પણ ચાલુ રહે તે મુજબનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે.
લાઈટ શાખા દ્વારા ગ્રીન સિટી વિસ્તારની લાઇન ફોલ્ટ થતાં, શાખા દ્વારા લાઇન શોર્ટ કાઢી રેગ્યુલર ચાલુ કરવામાં આવેલ. ભોલા પંજાબી ઢાબા થી કિર્તિ પાન તરફની લાઈન બંધ થયેલ. તે કંટ્રોલ પેનલ રેગ્યુલર કરી ચાલુ કરવામાં આવેલ. જોગર્સ પાર્ક વિસ્તાર ખાતે ઝાડ પડવાના કારણે સ્ટ્રીટ લાઇટની લાઈન તૂટી જવા પામેલ, જેને તાત્કાલિક ધોરણે એટેન્ડ કરી રેગ્યુલર કરી ફરીથી ચાલુ કરી આપવામાં આવેલ છે. પંચેશ્વર ટાવર રોડ, ત્રિશાલી પાઉભાજી પાસે સેન્ટ્રલ લાઇનના પોલ ઉપરથી તૂટી ગયેલ. જેને લાઇટ શાખા દ્વારા સેફ સ્ટેજે લઈ લાઈટો ઉતારી લાઇન ચાલુ કરી આપવામાં આવેલ. દિગ્વિજય પ્લોટ ૩૧-૩૩ સુધીનો વિસ્તાર ભારે વરસાદને કારણે બંધ થયેલ. જે વિસ્તારમાં લાઇન ચેક કરી જંપર આપી વિસ્તાર ચાલુ કરી આપવામાં આવેલ. કાલાવડ નાકા બહાર, કલ્યાણજી ચોક શેરી નંબર ૦૩ ખાતે મકાન પર પી.એસ.સી. પોલ પડતાં તેમાં રહેલ સ્ટ્રીટલાઇટ તેમજ અન્ય લાઇન યોગ્ય કરી રેગ્યુલર ચાલુ કરી આપેલ. સેતાવાડ અવેડીયા મામા મંદિર પાસેની લાઈન ફોલ્ટ થતાં તાત્કાલિક ધોરણે દૂર કરી ચાલુ કરી આપેલ. નીલકંઠનગર કંટ્રોલ પેટી ભારે વરસાદના કારણે ફોલ્ટમાં આવતા ફોલ્ટ રીપેર કરી રેગ્યુલર ચાલુ કરવામાં આવેલ. હિંમતનગર સેન્ટ્રલ લાઈનના પોલ પડી જતાં તેને રેગ્યુલર કરી ફરીથી ચાલુ કરી આપવામાં આવેલ છે.
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલ ભયજનક/ જર્જરીત ઈમારતો/ બાંધકામો ના કારણે કોઈ જાનહાનિના બનાવ ન બને તે માટે ફરીયાદો અનુસાર તાત્કાલિક ધોરણે ટાઉન પ્લાનીંગ શાખા તથા એસ્ટેટ શાખા દ્વારા સંયુકત રીતે જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવા ભયજનક / જર્જરીત ઈમારત/ ઈમારતના જર્જરીત ભાગનું ડીમોલીશન કરવાની કામગીરી કરવામાં આવેલ છે તે ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકની સાધના કોલોનીના બ્લોક નં એલ-૯૭, એલ-૯૮ અને એલ-૯૯ ત્રણ બ્લોકનું ડીમોલેશન પૂર્ણ કરેલ છે અને હજુ પણ જે જે બ્લોક ભયજનક છે તેમાં વસતા તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે બ્લોકનો વપરાશ બંધ કરીને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવે છે. જામનગર મહાનગરપલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા હાલ શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વોર્ડ જામનગર મહાનગરપાલિકા દ્વાર. સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને ૧૪ જીસીબી ૧૭ ટ્રેક્ટર તથ, વોર્ડના કામદારો ઉપરાંત ૮૪ વધારાના મેન પાવર તથા ૫૯ મીની ઈ.પર, ૩૬ બીગ ટીપર (૪૦૭) વહે મારફત કુલ ૧૮૫ મે. ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
