તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
જામનગર શહેરમાં જનજીવન પૂર્વવત કરવા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી
જરૂરી સંસાધનો કામે લગાડી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દૂર કરવા સહીતની સફાઇ કામગીરી પ્રગતિમાં : શહેરી વિસ્તારમાં ર૯૦ થી વધુ નાગરિકોનું રેસ્કયુ તથા ૧પપ૦ નાગરિકોનું સુરક્ષિત આશ્રમ સ્થાનોમાં સ્થળાંતર : અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરાયા

જામનગર, તા. ૩૧ : જામનગર તા.૩૦ ઓગસ્ટ, સમગ્ર હાલાર પંથકમાં અતિવળષ્ટિને કારણે જનજીવનને અસર પહોંચી છે.જામનગર શહેરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં ૧૧૫૯ એમ.એમ. જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે તેમજ જનજીવન પૂર્વવત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગેની વિગતો આપતા નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત ૨૯૦ થી વધુ નાગરિકોનું રેસ્કયુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૫૫૦ નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવેલ છે.સ્થળાંતરિત કરાયેલ તથા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ છે. હાલ વરસાદ બંધ થવાના કારણે શહેરમાંથી વરસાદી પાણી ઓસરતા ૧૪ જેટલા જે.સી.બી. અને પ ટ્રેકટરની મદદથી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દુર કરવા સહીતની સફાઈ કામગીરી તેમજ પડી ગયેલ વળક્ષો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પીવાના પાણીની લાઇનો વ્યવસ્થિત કરી લોકોને જરૂરીયાત મુજબનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે સાથે સાથે સફાઇ કામગીરી પણ વિવિધ વિસ્તારોમાં શરૂ કરી દેવાઈ છે. ઉપરોક્ત તમામ કામગીરી તાકીદે પૂર્ણ કરવાની સાથે સાથે આરોગ્ય વિષયક કામગીરી પર પણ પુરતુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે.
વરસાદી સ્થિતિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનરાધાર વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે.ઠેર ઠેર પાણીનો ભરાવો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ રાત-દિવસ એક કરી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી હતી. યુદ્ધના ધોરણે રેસ્કયુ તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેથી જ જિલ્લામાં માત્ર ૫ દિવસમાં અંદાજીત ૪૦ થી ૫૦ ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે.હાલ વરસાદ બંદ થયો છે અને વરસાદી પાણી ઓસરાયા છે ત્યારે જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી તાકીદે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેમ પણ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં કલેક્ટરશ્રીએ આવી પડેલ કુદરતી આફતના સમયે વહીવટી તંત્ર સાથે ખભે ખભો મીલાવી સહયોગ આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વયં સેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાને પણ બિરદાવતા જણાવ્યું કે ફૂડ પેકેટ, રેસ્કયુ, આશ્રય સહિતની કામગીરીમાં સૌએ સ્વૈચ્છિક રીતે આગળ આવી ભારતીય સંસ્કળતિની વસુધૈવ કુટુંબકમઁ ની પરંપરાના દર્શન કરાવ્યા જે ખરેખર કાબીલેદાદ છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
