<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

જામનગર જિલ્લાના બંધ રસ્‍તાઓ પૈકી ૨૭ રસ્‍તાઓ પુનઃ ચાલુ કરાયા

પાણી ઓસરતા સાફ સફાઇ સહિતની કામગીરી તુરંત થશેઃ જી કલેકટર

જામનગર તા.૩૧: જામનગરમાં થયેલ અતિવળષ્ટિના પરિણામે અનેક રસ્‍તાઓ બંધ હતા જે પૈકી માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્‍તકના ૪૬ રસ્‍તાઓ બંધ હતા. જેમાંથી આજે ૨૭ રસ્‍તાઓ શરૂ કરી દેવામાં આવ્‍યા છે. હજુ પણ ૧૯ રસ્‍તાઓ બંધ છે.

ઓવર ટોપિંગના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્‍તકના ૧૯ રસ્‍તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ, જામનગર ધ્રોલ સુમરા પિપરટોડા રોડ, જામનગર કાલાવડ રવસીયા હંસ્‍થળ રામપર રોડ રોડ, જામનગર કાલાવડ મોરીદડ દડવી રોડ, જામનગર કાલાવડ કાલમેઘડા અનીડા રોડ, જામનગર કાલાવડ નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા, જામનગર કાલાવડ છતર મોટીવાવડી નવાગામ,જામનગર જામનગર નારણપુર નાગુના રોડ, જામનગર જામજોધપુર બુટાવદર સંગચીરોડા મોટી ભરડ કલ્‍યાણપુર શેઠવડાળા રોડ, જામનગર લાલપુર મુરીલા મેમાણા વડપાચસરા રોડ, જામનગર કાલાવડ ડેરી શ્રીજી નગર રોડ, જામનગર જોડીયા મોરાણા ભેંસદણ રોડ, જામનગર ધ્રોલ જાલીયા સુમરા રોડ,જામનગર નવા નાગના જુના નાગના રોડ, જામનગર જોડીયા મોરાણા મેઘપર જસાપર રોડ, જામનગર લાલપુર મોડપર જસાપર રોડ, જામનગર લાલપુર પીપડી ટુ સર પી એન રોડ, જામનગર ધ્રોલ જાલીયા સુમરા રોડ, જામનગર ધ્રોલ જાલીયા વંથલી રોડ બંધ છે. જે રસ્‍તાઓ પરથી પાણી ઉતર્યા બાદ ચાલુ થશે.

સ્‍ટેટ હસ્‍તકના બે રસ્‍તાઓ જેમાં જોડિયા તાલુકાનો દુધઈ ભીમકટા જામસર રણજીતપર બાલંભા અને જામજોધપુર તાલુકાનો જામજોધપુર મહિકી સતાપર વાંસજાળિયા તરસાઈ રોડ બંધ છે.

પાણી ઓસરતા જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્‍ય, માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે-જિલ્લા કલેક્‍ટર શ્રી ભાવિન પંડ્‍યાએ જણાવ્‍યું હતું.

આફતના સમયે વહીવટી તંત્ર સાથે ખભે ખભો મીલાવી સહયોગ આપનાર સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, સ્‍વયં સેવકો, વિવિધ સરકારી વિભાગો તથા મીડિયાને પણ જિલ્લા કલેક્‍ટરશ્રી બિરદાવ્‍યા હતા.

(1:25 PM IST)