તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
જામજોધપુરમાં પૂરમાં તણાઇ ગયેલા મૃતકોના પરિવારને સાંત્વના પાઠવતા મંત્રી બેરા
મૃતકોના પરિવારને તાકીદે સહાય ચુકવવા અધિકારીને સુચના અપાઇ

જામનગર તા.૩૧: જામનગર જિલ્લામાં અતિવળષ્ટિના પરિણામે તમામ ડેમ ઓવરફ્લો થઈ જવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે રહેતા પરબતભાઈ પાથર (ઉં.વર્ષ ૫૫) નામના વ્યકિત બે દિવસ પહેલા મોડી રાત્રે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેનો મળતદેહ આજે તા.૩૦ ઓગસ્ટના રોજ નદી કિનારા પાસેથી ઝાળીઓ માંથી મળી આવેલ છે.
આ ઘટના અંગે જાણ થતાં જ કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મૂળુભાઈ બેરા મળતકના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોતાનું પરિજન ગુમાવવાની ખોટની તુલના કોઈની સાપેક્ષે ન થાય. આ કપરી પરિસ્થિતિમાં તેઓને મદદરૂપ થવા અને મળતકના પરિવારને મળવા પાત્ર આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
