News of Saturday, 31st August 2024
માળીયાહાટીના પોલીસ દ્વારા બે લાખનો દારૂ ભરેલ રેઢી પડેલ કાર ઝડપી લેવાઇ
નવનિયુકત પીએસઆઇ સલમા સુમરાનો સપાટોઃ કોઇ પણ અસામાજિક પ્રવૃતિ ચલાવી લેવામાં નહીં આવે

જૂનાગઢ,તા. ૩૧: માળિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.આઈ.સુમરા તથા એ.એસ.આઇ. ડી.જે. ગોહેલ તથા પો.કોન્સ. અરૂણભાઇ નાનાલાલ મહેતા તથા વિમલભાઇ વિઠ્ઠલભાઇ ડોબરીયા તથા ડ્રા.પો.કોન્સ. મિલનભાઇ હરદાસભાઇ ઝાલા વિગેરેએ આંબલગઢ ગામે દારૂ અંગેની રેઇડની કાર્યવાહી પુર્ણ કરેલ ત્યારે લાઠોદ્રા ગામે હકીકત મળેલ કે, સોમનાથ તરફથી જુનાગઢ તરફ એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલ કાર ૯૩૧૭ નંબર વાળી ઇંગ્લીશ દારૂ ભરી નીકળવાની છે જેથી પાણીધ્રા પાટીયે પંહોચતા જુનાગઢ તરફ રોડની ડાબી સાઇડમાં એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી પડેલ હોય સફેદ કલરની ક્રેટા ફોરવ્હીલ રજીનંબર-GJ-20-N-9317 ની હકીકત વાળી જોવામા આવેલ જે ફોરવ્હીલ કારમા ડ્રાઇવર સાઇડનું પાછળનું વ્હીલ ફાટી ગયેલ હાલતમા હોય અને ફોરવ્હીલ ગાડી ચેક કરતા દરવાજા લોક મારેલના હોય દરવાજા ખોલી જોતા પાછળની સીટ તથા પાછળની ડેકી તથા ડ્રાઇવરની પાસેની ખાલી સીટમા એમ બધામા ખાખી કલરના બોક્ષ વાળી પેટીઓ ભરેલ હોય.
કુલ નાની-મોટી બોટલ નંગ-૧૫૬૦ પેટી નંગ-૪૦ જેની કુલ કિ.રૂ.૧,૯૨,૦૦૦ તથા ફોરવ્હીલ કાર રજી નંબર-GJ-20-N-9317 ની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૭,૯૨,૦૦૦/- નો મુદામાલ રેઇડ દરમ્યાન મળતા તપાસ પીએસઆઇ એસ આઇ સુમરા ચલાવી રહેલ છે આવી મોટી રેડ કરવા બદલ વિવિધ લોકો દ્વારા પોલીસને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે ત્યારે પી.એસ.આઈ સલમાં સુમરાએ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુણખોરી ચલાવી લેવામાં આવશે નહિ તથા કોઈપણ ચમ્બરબંધીને છોડવામાં આવશે નહિ તેવી ચીમકી ઉચ્ચારતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયેલ છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
