<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકામાં સિઝનનો સરેરાશ ૧૦૦%થી વધુ વરસાદ : જિલ્લામાં સિઝનનો સરેરાશ કુલ ૯૩.૨૪%

વેરાવળ-પાટણમાં સિઝનનો સરેરાશ ૧૧૭.૯૯% અને સૌથી ઓછો વરસાદ ઉનામાં ૬૫.૦૩% વરસાદ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ : જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ વરસાદની આગાહી વચ્‍ચે જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે. વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. ઓગસ્‍ટ માસના અંત સુધીમાં જ સિઝનનો સરેરાશ ૯૩.૨૪% વરસાદ પડી ચૂકયો છે. જ્‍યારે ત્રણ તાલુકામાં તો ૧૦૦%થી વધુ વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ વેરાવળ-પાટણ તાલુકામાં સિઝનનો સરેરાશ ૧૧૭.૯૯% વરસાદ નોંધાયો છે. જ્‍યારે સૌથી ઓછો વરસાદ ઉનામાં સિઝનનો સરેરાશ ૬૫.૦૩% વરસાદ નોંધાયો છે.

 ગીર સોમનાથ જિલ્લામાં સિઝનના અત્‍યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડામાં સિઝનનો સરેરાશ ૭૪.૦૬%, તાલાલામાં સિઝનનો સરેરાશ ૧૧૧.૨૨%, વેરાવળ-પાટણમાં સિઝનનો સરેરાશ ૧૧૭.૯૯%, સુત્રાપાડામાં સિઝનનો સરેરાશ ૧૦૫.૧૫%, કોડિનારમાં સિઝનનો સરેરાશ ૮૧.૭૨% અને ઊના તાલુકામાં સિઝનનો સરેરાશ ૬૫.૦૩% વરસાદ નોંધાયો છે.

જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ, છેલ્લા ૩૦ વર્ષની સરેરાશ મુજબ તાલાલા તાલુકામાં ૧૧૧.૨૨, પાટણ-વેરાવળ તાલુકામાં ૧૧૭.૯૯ અને સુત્રાપાડા તાલુકામાં ૧૦૫.૧૫% વરસાદ નોંધાઇ ચૂકયો છે. આથી કહી શકાય કે, જિલ્લાના ત્રણ તાલુકામાં સિઝનનો સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  

આમ, જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના કંટ્રોલ રૂમમાં તા.૩૦-૦૮-૨૦૨૪ના બપોરના ચાર વાગ્‍યા સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ ૯૩.૨૪ ટકા વરસાદના આંકડા નોંધાયા છે

(2:24 PM IST)