તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
ગોંડલ નાગરિક બેંકની ચુંટણીમાં ધુરંધરોએ ઉમેદવારી નોંધાવી
પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તેમના પુત્ર ગણેશભાઈ, પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલનાં પત્નિ, યતિશભાઇ દેસાઇ સહિતનાં ઉમેદવારોઃ ચુંટણી પુર્વે ધારાસભા જેવો માહોલ ગરમાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૩૧ : ગોંડલ નાગરિક બેંકની ચુંટણી આગામી તા.૧૫ નાં યોજાનાર છે. ત્યારે રાજકીય માથાઓએ ઉમેદવારી કરતા માહોલ ગરમાયો છે. સામાન્ય રીતે બેંકની ચુંટણીનું ખાસ મહત્વ હોતુ નથી. પણ ગોંડલની રાજકીય તાસીર હંમેંશા ગરમ રહી છે ત્યારે બેંકની ચુંટણીમાં ધારાસભાની ચુંટણી જેવો માહોલ સર્જાયો છે.
નાગરિક બેંકનાં કુલ ૧૧ ડીરેકટર માટે યોજાનાર ચૂંટણી માં ૩૮ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલ નાં પત્નિ શારદાબેન, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા, ફુલભાઈ ટોળીયા, પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, જગદીશભાઈ સાટોડીયા સહિતે ઉમેદવારી નોંધાવી હોય ઉતેજના નો માહોલ સર્જાયો છે.
ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો ચુંટણી લડશે એ નિヘતિ છે.પણ હાલ ઉમેદવારોનો શંભુમેળો સર્જાયો હોય ઉમેદવારી પરત ખેંચવાની તા.ત્રણ અને ચાર બાદ પાંચમી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ થશે આમ નાગરિક બેંક ની ચુંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરીત પેનલો વચ્ચે બળાબળ નાં પારખા થશે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
