<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

જૂનાગઢના ધારાસભ્ય દેવાભાઈ માલમે ઘેડના બામણાસા ગામની મુલાકાત લીધી

પાળાના કામમાં ઢીલી નીતિ લઈ ખેડૂતોમાં આક્રોશ ;ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ અધિકારીને ફોન પર ખખડાવ્યા

જૂનાગઢ : જૂનાગઢના ધારાસભ્ય દેવાભાઈ  માલમે ઘેડના બામણાસા ગામની મુલાકાત લીધી છે. ધારાસભ્યની મુલાકાત દરમિયાન ગામના ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા છે. પાળાના કામમાં ઢીલી નીતિ લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ અધિકારીને ફોન પર ખખડાવ્યા હતા. ધારાસભ્યએ ખેડૂતોને ઘેડની સમસ્યાના નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતુ. દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં સમસ્યા સર્જાય છે.  છતાં કોઈ નિરાકરણ નહીં લાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

(6:58 PM IST)