<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

પોરબંદર: રાણાવાવના બિલેશ્વર ગામે કલેક્ટરની મુલાકાત :ગ્રામજનો સાથે સંવાદ કર્યો

ગામના વિકાસ કાર્યો, આરોગ્ય, શિક્ષણ, પાણી, ખેતી સહિતના મુદ્દે સંવાદ કર્યો:તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

પોરબંદર:પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી પહોંચ્યા હતા અને તેઓએ બિલેશ્વર ગામ ખાતે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી તેમજ જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ બિલેશ્વર ગ્રામ પંચાયત અને તલાટી દફતરની તપાસણી કરી હતી. કલેક્ટરએ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. જેમાં ગામના વિકાસ કાર્યો, આરોગ્ય, શિક્ષણ, પાણી, ખેતી સહિતના મુદ્દે સંવાદ કર્યો હતો. આ તકે તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:37 PM IST)