News of Sunday, 1st September 2024
પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્શને પાસા તળે જુનાગઢ જેલહવાલે કરાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી મેહુલ ગોવિંદ સાબરીયા (ઉ.વ.૨૯) રહે થાનગઢ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી એલસીબી ટીમે પાસા વોરંટની બજવણી કરતા મેહુલ ગોવિંદ સાબરીયાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી જીલ્લા જેલ જુનાગઢ હવાલે કર્યો છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
