<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબી માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત મામલે પવનસુત ટ્રાવેલ્સ બસચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક એકટીવા ચાલક યુવાનનું અકસ્માતમાં મોત હતું હતું જે બનાવ મામલે ખાનગી બસના ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

    જસદણ તાલુકાના ગાંડીવાડી ગઢડીયા રોડ પર રહેતા રઘુવીરભાઈ નજકુભાઈ બસિયા (ઉ.વ.૩૫) પવનસુત ટ્રાવેલ્સ બસ જીજે ૦૬ વાય વાય ૬૭૮૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૩૦ ઓગસ્ટના રોજ ફરિયાદી રઘુવીરભાઈ બસિયા પોતાના ઘરે હોય ત્યારે મોરબીથી ફોન આવ્યો જેમાં નાના ભાઈ હરેશભાઈ નું મોરબી માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત થયાની માહિતી આપી હતી જેથી મોરબી રહેતા સંબંધી ગજેન્દ્રભાઈ ધનકુભાઈ ધાંધલને બનાવની જાણ કરી હતી તેમજ ફરિયાદી રઘુવીરભાઈ પણ મોરબી પહોંચી ગયા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે ફરિયાદીના ભાઈ હરેશભાઈ નોકરી પરથી એકટીવા જીજે ૧૪ એએફ ૯૧૮૦ લઈને નવા બસ સ્ટેન્ડથી શનાળા તરફ જતા હોય ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત થતા સારવાર માટે લાવ્યા હતા જ્યાં ગંભીર ઈજાને પગલે મોત થયું હતું.

(10:26 AM IST)