<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબીના નવલખી રોડથી દેરાળા સુધીનો રસ્તો અતિ બિસમાર હાલતમાં

હજારો લોકો આ રસ્તા પરથી દરરોજ આવન-જાવન કરતાં હોય છે. ત્યારે બિસમાર હાલતમાં રહેલા રસ્તાથી તમામ ગ્રામજનોને ભારે મુશ્કેલી

( પ્રવીણ વ્યાસ દ્વારા )  મોરબીના નવલખી રોડથી દેરાળા સુધીનો રસ્તો અતિ બિસમાર હાલતમાં છે. વરસાદના કારણે મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને રસ્તા પર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, નવલખી રોડથી દેરાળા જતા રસ્તા પર ગોર ખીજડીયા, વનાડીયા, નારણકા, માનસર અને દેરાળા ગામ આવે છે. તેથી આ તમામ ગામના હજારો લોકો આ રસ્તા પરથી દરરોજ આવન-જાવન કરતાં હોય છે. ત્યારે બિસમાર હાલતમાં રહેલા રસ્તાથી આ તમામ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ખાડાઓના કારણે અકસ્માતનો પણ ભય ઉભો થયો છે. જેથી તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે અથવા રોડ નવો બનાવવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માગ છે.


 

(10:26 AM IST)