News of Sunday, 1st September 2024
મોરબીમાં બીમારી-માનસિક તકલીફથી કંટાળી યુવતીએ આપઘાત કર્યો.
સિપાઈવાસમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સિપાઈવાસમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીને આચકીની બીમારી હોય અને માનસિક તકલીફ રહેતી હોય જેથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
શહેરના સિપાઈવાસ વિસ્તારમાં રહેતી અફસાના ગુલામહુશેન પઠાણ (ઉ.વ.૨૯) નામની યુવતી છેલ્લા દશેક વર્ષથી આચકી આવતી હોય જેની અમદાવાદ સારવાર લીધી હતી અને બે ત્રણ માસથી માનસિક તકલીફ રહેતી હોય જેની સારવાર મોરબી અને જામનગર લીધા બાદ પણ સારું નહિ થતા કંટાળી જતા યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે સીટી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
