<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબીમાં હવે નાના મોટા કામો માટે કચેરીનો ધક્કો નહિ થાય, RTO ની ફેસલેસ સેવાનો લાભ મળશે.

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ થી આધારકાર્ડથી ઓથેનટીકેશન કર્યા બાદ ફેસલેસ અરજી કરવાથી લોકોને ઘરે બેઠા આરટીઓને લગતી સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે જેમાં વાહનને લગતી કામગીરીમાં વાહન માલિકી તબદીલી, લોન ચડાવી કે કેન્સલ કરવી, સરનામું ચેન્જ કરવું. ડુપ્લીકેટ આર સી બૂક મેળવવી

    તેમજ ડ્રાઈવિંગ લાયસન્સને લગતી કામગીરીમાં લાયસન્સ રીન્યુલ, એડ્રસ ચેન્જ, ડુપ્લીકેટ લાયસન્સ, નામના સુધારો વધારો, નવા કલાસનો ઉમેરો કરવો જેવી સેવાઓ ફેસલેસ તરીકે આપવામાં આવે છે જે અન્વયે મોરબી આરટીઓ કચેરી ખાતે ૨૦૨૪ ના છેલ્લા આઠ માસમાં વાહનને લગતી સેવાઓમાં ૭૨૦૭ અને લાયસન્સને લગતી સેવાઓમાં ૧૦,૭૭૨ મળીને કુલ ૧૭,૯૭૯ લોકોએ કચેરીએ આવ્યા વિના ફેસલેસ સેવાનો લાભ લીધો છે જેથી નાગરિકો સેવાનો લાભ લેવા માટે https://parivahan.in/parivahan/ વેબ્સાઈટની મુલાકાત લેવા જણાવ્યું છે


 

(12:58 AM IST)