<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબીના શનાળા રોડ પરની અરિંહત સોસાયટીમાં 4 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા

અગાઉ પણ રહીશોએ મોરબી નગરપાલિકાને રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી .

મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસી સામે આવેલી અરિહંત સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી ભુગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા યથાવત છે. હાલ વરસાદ પડતાં ગટરના પાણી વધુ પ્રમાણમાં ઉભરાય રહ્યા છે અને રોડ પર તળાવની માફક ભરાઈ રહે છે. હાલ મળ-મુત્ર પણ ઉભરાતા હોવાની સ્થાનિકોએ પાલિકા સમક્ષ રજૂઆત કરી છે. આ અંગે અગાઉ પણ રહીશોએ મોરબી નગરપાલિકાને રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. ત્યારે આજે ગટર ઉભરાવાની સમસ્યા અંગે મોરબી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકોએ માગ કરી છે


 

(5:13 PM IST)