<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

કચ્છ-મોરબી સાંસદે માળિયાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.

મોરબી : તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ડેમના દરવાજા ખોલવાને પગલે માળિયા પંથકમાં પુર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી પાણીના ધસમસતા પ્રવાહને પગલે માળિયા પંથકમાં વ્યાપક નુકશાન થવા પામ્યું છે ત્યારે આજે સાંસદ વિનોદભાઈ ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ આજે માળિયા શહેર અને તાલુકાના હરીપર સહિતના ગામોની મુલાકાત લીધી હતી જે પ્રસંગે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના આગેવાનો પણ સાથે જોડાયા હતા સાંસદે માળિયા શહેર તેમજ હરીપર ગામની મુલાકાત લઈને નુકશાની અંગેની માહિતી મેળવી હતી સાથે જ હરીપર ગામે જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણ કરી હતી.

સાંસદે મુલાકાત દરમિયાન લોકોના આરોગ્ય-સફાઈ બાબતે અધિકારીઓને જરૂરી સુચના આપી હતી તો ખેતીમાં થયેલ નુકશાન, ઘરવખરી નુકશાની અંગે કેશ ડોલ્સ સહિતની બાબતે અધિકારીઓને સુચના આપી હતી વીજ પુરવઠો ખોરવાયો હોય તેવા ગામોમાં તાકીદે વીજ પુરવઠો પુનઃ શરુ કરવા જણાવ્યું હતું તેમજ પીવાના પાણી સહિતના પ્રશ્નોના તુરંત નિકાલ કરવા જણાવ્યું હતું.

(5:14 PM IST)