<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ધોધમાર વરસાદને કારણે સર્જાઇ તારાજી: થાન સિરામિક ઉધોગોના એકમોમાં વરસાદી પાણી ભરાતા સિરામીક ઉદ્યોગને ભારે નુકસાન

બ્રિજ બનાવાના કામમાં વિલંબ થતા કારખાનાઓમાં પાણી ભરાયા:યોગ્ય ડાયવર્ઝન ન આપ્યુ હોવાને કારણે પાણી ભરાયાનો આરોપ:એકમોમાં ભરેલા કાચા માલ અને સાધન સામગ્રીને નુકસાન પહોંચ્યુ:તંત્રની બેદરકારીને કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં : વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે સર્જાઇ તારાજી સર્જાઈ છે. થાન સિરામિક ઉધોગોના એકમોમાંવરસાદી પાણી ભરાતા સિરામીક ઉદ્યોગને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. થાનમાં બ્રિજ બનાવાના કામમાં વિલંબ થતા કારખાનાઓમાં પાણી ભરાયા છે. યોગ્ય ડાયવર્ઝન ન આપ્યુ હોવાને કારણે પાણી ભરાયાનો આરોપ લાગ્યો છે. 

 સીરામીક એકમોમાં ભરેલા કાચા માલ અને સાધન સામગ્રીને નુકસાન પહોંચ્યુ છે. તંત્રની બેદરકારીને કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા. ઉદ્યોગકારોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે

(6:32 PM IST)