<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબી- લીલાપર વચ્ચે કાળીપાટ પાસે આવેલ પુલ ધરાશાયી થયો હોય વાહન વ્યવહાર બંધ

કાળીપાટ પાસે રામદેવપીર મંદિર નજીક આવેલ પુલ તૂટી પડ્યો: પુલનો વચ્ચેનો ભાગ તૂટીને નીચે બેસી ગયો

મોરબી- લીલાપર વચ્ચે કાળીપાટ પાસે આવેલ પુલ ધરાશાયી થયો હોય વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી – લીલાપર રોડ ઉપર કાળીપાટ પાસે રામદેવપીર મંદિર નજીક આવેલ પુલ આજે તૂટી પડ્યો છે. પુલનો વચ્ચેનો ભાગ તૂટીને નીચે બેસી ગયો છે. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ મામલે એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજાએ કહ્યું કે આ અંગે જાણ થતાં તુરંત રસ્તો બંધ કરાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે



 

(6:41 PM IST)