News of Sunday, 1st September 2024
ધ્રોલ મુકામે ઐતિહાસિક ભૂચર મોરીનો મેળો મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત નરશીદાસ બાપુના હસ્તે ખુલ્લો મુકાયો
ઐતિહાસિક ભુચર મોરી વિરતા અને શુરવીરોની વિર ગાથા અને અંદાજીત 450 વર્ષ પહેલાં આવેલાં શરણાર્થીનું રક્ષણ માટે ક્ષત્રિયોઓએ બલીદાન આપીને ક્ષત્રિય ધર્મ બજાવીને અનેક ક્ષત્રિયોઓએ પોતાના જીવની આહુતિ આપીને એવાં વિરગતિ પામેલાઓની ગાથા

ધ્રોલ મુકામે ઐતિહાસિક ભુચર મોરી વિરતા અને શુરવીરોની વિર ગાથા અને અંદાજીત 450 વર્ષ પહેલાં આશરે આવેલાં શરણાર્થીનું રક્ષણ માટે ક્ષત્રિયોઓએ બલીદાન આપીને ક્ષત્રિય ધર્મ બજાવીને અનેક ક્ષત્રિયોઓએ પોતાના જીવની આહુતિ આપીને એવાં વિરગતિ પામેલાઓની યાદ માં શ્રાવણવદ અમાસનાં દિવસે જામનગર જીલ્લાના ધ્રોલ/જોડીયાનાં આજુબાજુના વિસ્તારોમાંથી ગ્રામ્યની પ્રજાજનો મેળાની મોજ માણવા સ્વયંભુ આવીને મનોરંજન માણે છે
દર વર્ષે યોજાતા તેરસ, ચૌદશ અને અમાસના યોજાતા ભવ્ય લોકમેળાનો પ્રારંભ થયેલ હોય, ધ્રોલના મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત નરશીદાસ બાપુના હસ્તે આજે સાંજે 5 વાગ્યે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ તકે ધ્રોલ મામલતદાર તન્વીબેન ત્રિવેદી ધ્રોલ નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિક વંશ ધ્રોલ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્લા, ધ્રોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પરમાર, વિરોધ પક્ષ નેતા કલ્પેશભાઇ હડીયલ, ધ્રોલ શહેર મહામંત્રી હિતેશભાઈ ચનીયારા, ધ્રોલ શહેર મહામંત્રી હિરેનભાઈ કોટેચા પૂર્વ કોર્પોરેટર તુષારભાઈ ભાલોડીયા, ભીમજીભાઈ મકવાણા ઉપસ્થિત રહયા હતા (સંજય ડાંગર ધ્રોલ)
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
