<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

સોમનાથ મહાદેવને શ્રાવણના પાંચમા અને અંતિમ સોમવારે પુષ્પ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે

સોમનાથમા સવારના પાલખી યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળશે

પ્રભાસપાટણ : સોમનાથમા પવિત્ર શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવારે  ભક્ત જનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાંચમા સોમવારે મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલશે પ્રાતઃ મહાપુજા ૬ થી ૭, પ્રાતઃ આરતી ૭ થી ૭.૧૫, પાલખી યાત્રા ૯, મધ્યાહન મહાપુજા ૧૧ થી ૧૨, મધ્યાહન આરતી ૧૨ થી ૧૨.૧૫, વિશેષ શ્રૃંગાર મહાદેવને અમાસના પુષ્પ દર્શન દર્શન નો શ્રૃંગાર ૫ થી ૮.૩૦, દિપમાલા ૬.૩૦ થી ૭.૩૦, સાજની આરતી ૭ થી ૭.૨૦ આમ સોમનાથ ના દિવસભર વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે 

    શ્રાવણના પાંચમા સોમવારે સોમવતી અમાસ હોવાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં રવિવારથી લોકો આવી રહેલ છે અને મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલતા દર્શન માટે લાંબી કતારો લાગશે 

   સોમનાથમા સવારના પાલખી યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળશે તેમજ સાજ સોમવતી અમાસ ના પુષ્પ દર્શન શ્રૃંગાર કરવામાં આવશે 

   શ્રાવણના અંતિમ સોમવતી અમાસ  અને  સોમવાર હોવાથી લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને જીલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે સોમવારે વહેલી સવારથી  પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજમા રહશે જેમા બોમ્બ ડિસ્પોઝલ સ્વોડ,એસ આર પી,

ધોડેશ્વાર પોલીસ,જી આર ડી અને સોમનાથ ટ્રસ્ટ સેકયુરીટી ખડે પગે રહશે 

     સોમનાથમા અંતિમ સોમવારે અને અમાસ હોવાથી સોમનાથ મંદિરમા દર્શનની સાથે ત્રિવેણી સંગમમા પીતૃ તર્પણ અને પોતાના સ્વજનોના મોક્ષાર્થે દિવો પ્રગટાવી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે જેથી ત્રિવેણી સંગમમા પણ ખુબજ ધસારો જોવા મળશે 

     સોમનાથ મંદિર દર્શન માટે પગપાળા દુર દુરથી ચાલીને આવતા યાત્રિકો માટે નેશનલ હાઇવે રોડ ઉપર સેવાભાવી લોકો દ્વારા ચા પાણી ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવી છે 

(9:29 PM IST)