<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

ખોખરા હનુમાનથી બેલા વચ્ચે પૂલ્યું જર્જરિત બનતા રોડ બંધ કરાવાયો

તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ માટીના ઢગલા કરીને અવરજવર બંધ કરાવવામાં આવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી નજીક ખોખરા હનુમાનથી બેલા વચ્ચેના રોડ ઉપર એક પૂલ્યું જર્જરિત થતા રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ માટીના ઢગલા કરીને અવરજવર બંધ કરાવવામાં આવી છે.
     પ્રાપ્ત વિગતો અનુસાર ભરતનગરથી બેલા સુધીના રોડમાં ખોખરા હનુમાન મંદિરથી બેલા સુધીનો રોડ છેલ્લા 2 વર્ષથી ખખડધજ હાલતમાં હતો. આ રોડ ઉપર ભારે વાહનો પણ પલ્ટી મારી ગયા હોવાના બનાવ બન્યા છે. તેવામાં આજે આ રોડ ઉપર એક પૂલ્યું અતિ જર્જરિત થઈ ગયો હોય, તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ માટીના ઢગલા કરીને રોડ ઉપર અવર જવર બંધ કરાવી દેવામાં આવી છે.

(9:35 PM IST)