<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબી: સંસ્કૃતીની ધરોહર ભવાઈ કલાના સાધક પ્રાણલાલ બી.પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનીત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગુજરાતનાં કલા સાધકો સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા  તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ  "મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ ૨૦૨૪" નું ભવ્ય આયોજન કર્ણાવતી ક્લબ-અમદાવાદ ખાતે થયેલ.જેમા રાજ્યના રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિ રહેલ તેમજ ઋષિકેશભાઈ પટેલ-.મંત્રી મુળુભાઈ બેરા -મંત્રીતેમજ રાજ્ય અને ભારત ભરના મહાનુભાવો દ્વારા કલારત્નોને સન્માનીત કરવામાં આવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે, કે વિશ્વ પ્રખ્યાત "સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ"ના નાયક અને લોક કલાના સાધક પ્રાણલાલ બી. પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે મોરબી સમગ્ર જિલ્લા અને ગુજરાતની કલા માટે ગૌરવવંતી વાત છે.
તેઓ નિવૃત શિક્ષક છે અને સાથે-સાથે ભારતીય સંસ્કૃતીની કલા એવી ભવાઈ કલાને જાગૃત રાખવા સતત તત્પર રહે છે.
ઉપરાંત આ મંડળ અનેક સન્માનોથી સન્માનિત થયેલ છે, જેમકે "ગૌરવ પુરસ્કાર, કોકનટ થિયેટર એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, NSD દિલ્હી એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ, તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને મહાનુભાવો... ઇન્દિરા ગાંધીજી, અટલજી, મોરારજી દેસાઈ, મોરારી બાપુના હસ્તે સન્માનીત થયેલ


 

(9:42 PM IST)