<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મોરબીમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 23 પકડાયા.

લાલપર, લીલાપર, શાપર અને પાનેલીમાં જુગારના ચાર દરોડા

મોરબી તાલુકા પોલીસે શ્રાવણીયા જુગાર ઉપર ધોંસ બોલાવી લાલપર, લીલાપર, શાપર અને પાનેલીમાં જુગારના ચાર દરોડા પાડી આઠ મહિલાઓ સહિત કુલ 16 જુગારીઓને પકડી પાડ્યા હતા.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામે હનુમાનજી મંદીર વાળી શેરીમાં દરોડો પાડી આરોપી વસંતબેન બળદેવભાઇ પટેલ, રંજનબેન પરેશભાઇ ટાંક, સુમનબેન પ્રવીણભાઇ વરમોરા, લતાબેન હિતેષભાઇ રામાનુજ, જાગ્રુતીબેન રાજુભાઇ લો, ભારતીબેન હિતેશભાઇ પઢારીયા, પ્રભાબેન શામજીભાઇ જાંબુકીયા અને રેમાબેન કિશોરભાઇ રવાણી નામના મહિલાઓને જાહેરમાં તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 29,100 કબ્જે કર્યા હતા.
જયારે બીજા દરોડામાં આરોપી ઇમરાનશા કરીમશા શાહમદાર અને ઇબ્રાહીમભાઇ મોતીશા શાહમદારને લીલાપર ચોકડી સ્મશાન પાસે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 450 કબ્જે કર્યા હતા. ત્રીજા દરોડામાં તાલુકા પોલીસ ટીમે મોરબી તાલુકાના પાનેલી રોડ, બ્લ્યુ આર્ટ સીરામીક પાછળદરોડો પાડી આરોપી ભીખાભાઇ કુકાભાઇ સાઢમીંયા, રાયધનભાઇ સારાભાઇ સાઢમીંયા અને જયંતીભાઇ સારાભાઇ સાઢમીંયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 950 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે સાપર ગામની સીમ પાવળીયારી કેનાલ પાસે દરોડો પાડી આરોપી કાદરભાઇ સીદીકભાઇ મોવર, સુભાનભાઇ હબીબભાઇ માયર અને અફસલભાઇ અકબરભાઇ કુરેશી નામના આરોપીઓને જાહેરમાં ગંજીપતાના પાનાવડે તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1320 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પાંચમા દરોડામાં મોરબી નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા ૭ ઝડપાયા, ૧.૭૦ લાખની રોકડ જપ્ત.
મકનસર ગામની સીમમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૭૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તુલસી કોમ્પ્લેક્ષમાં શ્રી ભક્તિ ટ્રાન્સપોર્ટ ઓફીસ ભાડે રાખી બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમીને આધારે ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા દીપક પ્રમોદભાઈ સિંધાપુરા, શૈલેષ નારણભાઈ ઓઘવીયા, ભરત પરબતભાઈ અમૃતિયા, શૈલેષ પુનાભાઈ ટાંક, હસમુખ રતિલાલ કાસુન્દ્રા, યજ્ઞેસ રમેશભાઈ ભોજાણી અને રાજેશ સુખરામભાઈ સોનાર્થી એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧,૭૦,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


 


 

(12:09 AM IST)