<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શ્રાવણનો છેલ્લો દિ': પિતૃતર્પણ કરીને ધન્‍યતા અનુભવતા ભાવિકો

જુનાગઢ, પ્રભાસ-પાટણ, પ્રાચી, ત્રંબા સહિતના સ્‍થળોએ સામુહિક પિતૃવંદનામાં લોકો જોડાયા

આટકોટઃ શ્રી નમર્દેશ્વર મહાદેવ મંદિરે શિવજીનું પુજન તથા પિતૃતર્પણ કરતા ભાવિકો નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા- આટકોટ)(૨.૩)

રાજકોટ તા.૨: આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે ભાદરવી અમાસનું વિશેષ મહત્‍વ હોય છે. આજના દિવસે મોટી સંખ્‍યામાં ભાવિકો દ્વારા પિતૃતર્પણ કરવામાં આવ્‍યું હતું.

વહેલી સવારથીસ જુનાગઢ, પ્રભાસ-પાટણ, પ્રાચી, ત્રંબા સહિતના સ્‍થળોએ સામુહિક પિતૃવંદનામાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાયા હતા અને પિતૃતર્પણ કર્યુ હતું.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર દામોદરકુંડ ખાતે આજે શ્રાવણી અમાસ નિમિતે પિતૃતર્પણ માટે હજારો ભાવિકો ઉમટયા છે. વહેલી સવારથી પિતૃ મોક્ષાર્થે ભાવિકોના તર્પણકારથી ગિરકંદરાઓ ગુંજી ઉઠી છે. ભાવિકોની ભીડને ધ્‍યાને લઇ કડક પોલીસ બંદોબસ્‍ત તથા તરવૈયાઓની ટીમને તૈનાત કરાય છે. પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્‍વતીના ત્રિવેણી સંગમ સ્‍થળ મનાતા દામોદરકુંડ ખાતે ભાદરવી અમાસે પિતૃઓના મોક્ષાર્થે તર્પણ કરવાનો મહિમા છે.

ભાવનગર

(મુેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર નજીક કોળીયાક ખાતે ભાદરવી અમાસના દ્વિદિવસીય ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે. જે સોમવતી અમાસને તા.૨-૯ને સોમવાર સુધી ૨૪ કલાક ચાલશે. જેમાં લાખો શ્રધ્‍ધાળુઓ કોળીયાકના શ્રધ્‍ધેય નિષ્‍કલંક મહાદેવજીના દરિયામાં પુજન અર્ચન કરી અમાસનું પવિત્ર સ્‍નાન કરી નિષ્‍કલંક થવાની માન્‍યતા છે.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આટકોટનાં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને ભાદરવી અમાસ રોજ પિતળ તર્પણ પિતળઓને પાણી અર્પણ કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્‍તજનો દાદાના દર્શન કરવા અને પિતળ તર્પણ પિતળઓને પાણી અર્પણ કરવામાં પહોંચી ગયા હતા પરંપરા મુજબ પિપળોએ ત્રણ વાર અને તુલસી ને એક વાર પાણી અર્પણ કરી પિતળ દેવો ભવ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં મહીલા સહિત ભક્‍તો મહાદેવ નાં દર્શન કરી પાણી રેડી દાન આપવામાં નો મહીમા છે મહાદેવના મંદિરે સાત ડાળી વાળો પીપળો આવેલો છે જે ભાગે જ આવો પીપળો જોવા મળે છે પીપળાનું વિશેષ મહત્‍વ હોય છે.

(11:05 AM IST)