News of Monday, 2nd September 2024
ભાવનગરના કોળીયાક દરિયામાં ભાદરવી અમાસના મેળામાં હજારો ભાવિકો દરિયાઇ સ્નાન કરી નિષ્કલંક થયા
સિહોર, ગોપનાથ, ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં પણ ભાદરવી અમાસનો મેળો યોજાયો

ᅠᅠ(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર : આજે ભાવનગર નજીકના કોળીયાક ખાતે આદરવી અમાસના ભાતીગળ લોકમેળા હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા . જેમાં ગુજરાત રાજય જ નહિ બલકે અન્ય પરપ્રાંતોમાંથી પણ આવેલા લાખો શ્રધ્ધાળુઓ કોળીયાકના શ્રધ્ધેય નિષ્કલંક મહાદેવજીના દરિયામાં પૂજન અર્ચન કરી દરિયામાં અમાસનું પવિત્ર તાાન કરીને નિષ્કલંક થયા હતા.
દેવાધિદેવ મહાદેવની આરાધનાના પાવનકારી શ્રાવણ માસના અંતિમ દિવસને અનુલક્ષીને તા.૧ સપ્ટેમ્બરના રોજ પાંચમાં શ્રાવણીયા સોમવારે ભાદરવી (સોમવતી) અમાસના પર્વે વહેલી સવારથી જ ગોહિલવાડના પ્રાચીન અને અર્વાચીન શ્રધ્ધેય શિવાલયોમાં ભાવિકો હર હર (મહાદેવ)ને રિઝવવા માટે જળાભિષેક,દુગ્ધાભિષેક બીલીપત્ર અને ચોખા ચઢાવવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.સોમવારે દિવંગત પિતળઓના તર્પણ અને શ્રાધ્ધ માટેની સર્વોત્તમ તિથિ હોય પિતળકાર્યો સંપન્ન કરવા માટે હરિ (વિષ્ણુ) ભગવાનનું શાષાોકત રીતે વિધિવિધાનપુર્વક પૂજન અર્ચન કરાશે.હરિ, હર અને પિતળઓની ઉપાસનાના સર્વશ્રેષ્ઠ દિવસ ભાદરવી અમાસે તમામ શિવાલયોમાં મહાદેવને ફૂલનો વિશિષ્ઠ શણગાર કરાશે. જપ, તપ અને દાન પૂજા માટે પણ સર્વોત્તમ દિવસ હોય ચોમેર પુણ્યકાર્યો અને જીવદયા પ્રવળતિઓ થશે અને આજના પવિત્ર દિવસે પીપળાના પૂજન માટે પણ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. ભાવનગર શહેરના વડવા ચાવડી ગેટ ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા ભાતીગળ લોકમેળો યોજાશે. આ ઉપરાંત શહેરના આખલોલ, સિહોરના બ્રહ્મકુંડ, નાના અને મોટા ગોપનાથ, સિધ્ધનાથ ત્રિવેણી સહિતના અનેક સ્થળોએ પણ ભાતીગળ લોકમેળાની રંગત જામશે. જયાં ભાવિકો પરિવારજનો સાથે પવિત્ર તાાન અને લોકમેળાની મોજ માણવા ઉમટી પડશે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
