<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

વિરતા અને શુરવિરોની વિરગાથાની ભૂમિ ભૂચર મોરી મેદાનમાં લોકમેળાનો પ્રારંભ

ત્રિદિવસીય લોકમેળામાં લોકો મોટી સંખ્‍યામાં ઉમટયાઃ શહિદ વિરોને શ્રધ્‍ધાંજલી અર્પી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર : ધ્રોલ મુકામે ઐતિહાસિક ભુચર મોરી વિરતા અને શુરવીરો ની વિર ગાથા અને અંદાજીત ૪૫૦ વર્ષ પહેલાં આશરે આવેલાં શરણાર્થી નું રક્ષણ માટે ક્ષત્રિયો ઓ એ બલીદાન આપીને ક્ષત્રિય ધર્મ બજાવી ને અનેક ક્ષત્રિયો ઓ એ પોતાના જીવ ની આહુતિ આપીને એવાં વિરગતિ પામેલાઓની યાદમાં શ્રાવણવદ અમાસનાં દિવસે જામનગર જીલ્લાના ધ્રોલ/જોડીયા નાં આજુબાજુ ના વિસ્‍તારોમાંથી ગ્રામ્‍યની પ્રજાજનો મેળાની મોજ માણવા સ્‍વયંભુ આવીને મનોરંજન માણે છે.

ત્‍યારે દર વર્ષે યોજાતા તેરસ, ચૌદશ અને અમાસના યોજાતા ભવ્‍ય લોકમેળાનો પ્રારંભ થયેલ હોય, ધ્રોલના મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરની જગ્‍યાના મહંત શ્રી નરશીદાસ બાપુના હસ્‍તે આજે સાંજે ૫ વાગ્‍યે મેળાને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો આતકે ધ્રોલ મામલતદાર તન્‍વીબેન ત્રિવેદી ધ્રોલ નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિક વંશ ધ્રોલ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્‍લા, ધ્રોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પરમાર, વિરોધ પક્ષ નેતા કલ્‍પેશભાઇ હડીયલ, ધ્રોલ શહેર મહામંત્રી હિતેશભાઈ ચનીયારા, ધ્રોલ શહેર મહામંત્રી હિરેનભાઈ કોટેચા પૂર્વ કોર્પોરેટર તુષારભાઈ ભાલોડીયા, ભીમજીભાઈ મકવાણા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:36 PM IST)