News of Monday, 2nd September 2024
જૂનાગઢ પાસેના હરિયાણી વન કાબુ ડેમમાં કાર સહિત ખાબકતા યુવાન ચાલકનું મોત
મળતક યુવક વંથલી તરફ જતા'તા, કાબુ ગુમાવતા કાર ડેમમાં ખુંપી ગઇ હતી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨ : જૂનાગઢના વધાવી ગામ પાસે કાબુ ગુમાવતા કાર હરિયાણી વન ડેમમાં ખાબકતા જૂનાગઢના યુવાન ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડે.દોડી જઈને રેસ્કયુ હાથ ધર્યું હતું. પરંતુ કાર ચેકડેમના કાદવમાં ખૂપી ગઈ હોય જેથી યુવકનો મળતદેહ જ હાથ લાગ્યો હતો.
જુનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ પૂનમ પાર્કમાં રહેતા ૩૫ વર્ષની વયના ઈશ્વરદાસ વિષ્ણુદાસ નિમાવત એકલા કાર હંકારીને રવિવારે સાંજે વંથલી ત જઈ રહ્યા હતા.
ત્યારે જુનાગઢ તાલુકાના વધાવી ગામ પાસે કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર હરીયાણી વન ડેમમાં ખાબકી હતી. આ અંગેની જાણ થતાં તાલુકા પીએસઆઇ ડી. કે સરવૈયા, રાહદારીઓ તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફે ક્રેનની મદદથી ડેમનાં કાદવમાં ખૂપી ગયેલી કારને મહા મહેનતે ઇશ્વરદાસ નિમાવત કાર સહિત ડેમમાંથી બહાર કાઢયા હતા.
પરંતુ યુવાનનું ડૂબી જવાથી મળત્યુ નીપજ્યું હતું.
પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, મરનાર યુવાન આયુર્વેદિક દવાના ધંધા સાથે સંકળાયેલા છે. અને પરિવારમાં પત્ની, પુત્ર અને માતા સાથે પૂનમ પાર્કમાં રહે છે. આ અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
