તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
વંથલી નજીક પોલીસને જોઈ ભાગવા જતા દારૂ ભરેલ પીકઅપ વાહન વીજ પોલ સાથે અથડાયું
દારૂ સાથેના વાહનનું પાયલોટિંગ કરતો કાર ચાલક નાસી ગયો ૨૦૩ બોટલ દારૂ સહિત ૩,૫૨,૬૬૫નો મુદ્દામાલ સાથે ૨ની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨: વંથલી પાસે પોલીસને જોઈ ભાગવા જતા દારૂ ભરેલ પીકઅપ વાહન વીજ પોલ સાથે અથડાયું હતું. પોલીસે ૨૦૩ બોટલ દારૂ સહિત ૩,૫૨,૬૬૫ના મુદ્દામાલ સાથે ૨ની ધરપકડ કરી નાસી ગયેલા શખ્સની તપાસ હાથ ધરી છે.
વંથલીના પીએસઆઇ વાય. બી. રાણા રાત્રે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે જુનાગઢ તાલુકાના સરગવાડા ગામનો ચિરાગ ઉર્ફે એભલ ઉર્ફે અભો ખીમજી જીજે ૦૩ બીડબલ્યુ ૬૬૦૫ નંબરના બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લિશ દારૂ ભરીને ગળવાવ ફાટકથી આખા ગામ તરફ આવવાનો છે એવી બાતમી મળી હતી.ᅠ
આ માહિતીના પગલે પોલીસ સ્ટાફે ટીકર ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક કાર પૂરઝડપે નીકળી હતી તેને રોકવાનો ઈશારો કરતા આ કાર રોકાઈ ન હતી. થોડીવાર બાદ હકીકત વાળી બોલેરો ગળવાવ ફાટક બાજુથી આવતા તેમણે હાથ બતીથી રોકવાનો ઈશારો કરતા પરંતુ રોકેલ નહીં આથી પોલીસે પીછો કરતા આ બોલેરો ટીકર ગામના વળાંકમાં ડ્રાઇવરએ કાવો લગાવતા બોલેરો પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાયુ હતું. તેમાંથી ઉતરીને બે શખ્સ ભાગવા જતા પોલીસે કરીને ચિરાગ ઉર્ફે એભલ કોને માણાવદર તાલુકાના રોણકી ગામનો સમીર દેવદાન જલુને પકડી લીધા હતા.
દારૂ ભરેલ પીકઅપ વાહન સાથે અથડાઈને પલટી ખાઈ ગયું હોય આથી પીજીવિસીએલને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવીને બોલેરોની તલાસી લેતા નીરણ નીચેથી રૂપિયા ૪૨૬,૬૫ની કિંમતના ઇંગ્લિશ દારૂની ૨૦૩ બોટલ મળી આવી હતી આથી પોલીસે બંને ઈસમની દારૂ તથા બોલેરો અને મોબાઈલ ફોન સહીત કુલ રૂપિયા ૩,૫૨,૬૬૫નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.ᅠ
દારૂ સાથે પકડાયેલા પૂછપરછમાં બંને શખ્સે ભાગી ગયેલી કારમાં નાવડા ગામનો રાહુલ ભારાઈ દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરતો હોવાનું અને પોલીસની રેકી કરી લોકેશન આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
