<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મોરબી : સંસ્‍ક્રુતીની ધરોહર ભવાઈ કલાના સાધક પ્રાણલાલ બી.પૈજાને સંસ્‍કાર વિભૂષણ એવોર્ડથી સન્‍માનીત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨ :   સંસ્‍કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા  તા.૦૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના રોજ મારી ગુણવંતી ગુજરાત સંસ્‍કારોત્‍સવ ૨૦૨૪નું ભવ્‍ય આયોજન કર્ણાવતી ક્‍લબ-અમદાવાદ ખાતે થયેલ. જેમાં રાજ્‍યના સન્‍માનિય રાજ્‍યપાલની વિશેષ ઉપસ્‍થિતિ રહેલ તેમજ ઋષિકેશભાઈ પટેલ-મંત્રી  મુળુભાઈ બેરા, મંત્રી  તેમજ રાજ્‍ય અને ભારત ભરના મહાનુભાવો દ્વારા કલારત્‍નોને સન્‍માનીત કરવામાં આવ્‍યા.

 વિશ્વ પ્રખ્‍યાત સ્‍વામી વિવેકાનંદ ભવાઈ મંડળના નાયક અને લોક કલાના સાધક પ્રાણલાલ બી. પૈજાને સંસ્‍કાર વિભૂષણ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા, જે મોરબી સમગ્ર જિલ્લા અને ગુજરાતની કલા માટે ગૌરવવંતી વાત છે. તેઓ નિવળત શિક્ષક છે અને સાથે-સાથે ભારતીય સંસ્‍ક્રુતીની કલા એવી ભવાઈ કલાને જાગળત રાખવા સતત તત્‍પર રહે છે.

ઉપરાંત આ મંડળ અનેક સન્‍માનોથી સન્‍માનિત થયેલ છે, જેમકે  ગૌરવ પુરસ્‍કાર, કોકનટ થિયેટર એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, ફલ્‍ઝ દિલ્‍હી એવોર્ડ, સાહિત્‍ય અકાદમી એવોર્ડ, તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને મહાનુભાવો... ઇન્‍દિરા ગાંધીજી, અટલજી, મોરારજી દેસાઈ, મોરારી બાપુના હસ્‍તે સન્‍માનીત થયેલ.

(1:26 PM IST)