<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જામનગરમાં હજુ ઘરોમાં વરસાદી પાણી ભરાયેલ યથાવતઃ ઝેરી સાપ-જીવજંતુઓ ઘરોમાં ઘુસ્‍યા

જામનગરઃ શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા સમગ્ર શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે પરંતુ જામનગરના લાલવાડી વિસ્‍તારમાં આવેલ શાંતિવન સોસાયટીના શરીર મોહલ્લામાં હજી અનેક સ્‍થળોએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. રસ્‍તા ઉપર એક દોઢ ફૂટ થી માંડી ગોઠણદૂબ પાણી ભરાતા રોગચાળોને આમંત્રણ આપતા દ્રશ્‍યો સામે આવી રહ્યા છે. સ્‍થાનિકો દ્વારા અનેક વખત કોર્પોરેટરને રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા લોકોનો પારો પણ આસમાને છે. વરસાદની ભારે ઈનિંગ ને એક અઠવાડિયું થયું છતાં પણ અહીં પાણીના ઓસરતા ઝેરી સાપ અને જીવજંતુઓ પણ લોકોના ઘરોમાં આવી રહ્યા હોવાનો લોકોનો દાવો છે. ત્‍યારે વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાને પણ આમંત્રણ આપતા દ્રશ્‍યો અહીં જોવા મળી રહ્યા છે. ત્‍યારે મહાનગરપાલિકા દ્વારા આ વરસાદી પાણીનો નિકાલ ક્‍યારે કરાશે તેને લઈને લોકો પ્રશ્નોની છડી વરસાવી રહ્યા છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(

(2:00 PM IST)