તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
દેશદેવી આશાપુરા પદયાત્રી સંઘ દ્વારા રાજકોટથી માતાના મઢ (કચ્છ) પદયાત્રાનું આયોજન

રાજકોટ તા. ૨ : દેશદેવી માં આશાપુરા પદયાત્રી સંઘ દ્વારા આ વર્ષે પણ રાજકોટથી માતાના મઢ (કચ્છ) સુધી પદયાત્રાનું આયોજન કરાયુ છે. જે તા. ૨૩ સપ્ટેમ્બરના સોમવારે સવારે ૭ કલાકે માર્કેટીંગ યાર્ડ પાસે, આર.ટી.ઓ. ઓફીસની બાજુમાં આવેલ શ્રી ધનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન થશે. દરેક પદયાત્રીઓને ૧ લાખના વિમા સુરક્ષાનું કવચ પુરૂ પાડવામાં આવશે. જોડાવા ઇચ્છુકોએ નામ નોંધાવવા જય ગુરૂદેવ સીટ કવર, પેડક રોડ, માર્કેટીંગ યાર્ડની સામે, બગીચા પાસે, અંકુર પાનની બાજુમાં ખુશાલભાઇ ચાવડા (મો.૭૯૮૪૧ ૪૩૦૬૩) નો અથવા વધુ માહીતી માટે ચંદનગીરી ડી. ગોસ્વામી (મો.૮૧૬૦૩ ૦૭૯૭૭), જયેશભાઇ કેસરીયા (મો.૯૨૨૭૮ ૦૦૦૦૨) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
