તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને દિવ્ય શણગાર
શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ મહિના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા.૨: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીની મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ મહિના અંતર્ગત - સોમવાર નિમિત્તે આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો એવં સવારે ૦૫-૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યો હતો. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે હનુમાનજીદાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે. વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં. શ્રાવણ મહિના દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
