<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

અમરેલીના જાફરાબાદના દરિયાકિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો, ૧ નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કયાંક યલો એલર્ટ જાહેર કરતું હવામાન ખાતુ

 અમદાવાદ, તા. ર : ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીવાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજ્યના ૯૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગના વઘઈમાં ૬.૫, તાપીના સોનગઢમાં ૬, વાંસદામાં ૫.૫ અને ડોલવણ તથા ઉચ્છલમાં ૪.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદ બંદર પર દરિયો નહીં ખેડવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું હતું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ તો પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(5:06 PM IST)