તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સુનિલ શેટ્ટી શુક્રવારે મોરબીમાં: બિલ્ડકોન એકસ્પોની પ્રિ લોન્ચ ઇવેન્ટમાં આપશે હાજરી
એક્સ્પોના બ્રાન્ડ એમ્બસેડર તરીકે સુનિલ શેટ્ટી કાર્યરત, કેશવ બેન્કવેટ હોલમાં યોજાશે કાર્યક્રમ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩: મોરબીમાં આગામી શુક્રવારના રોજ બિલ્ડકોન એકસ્પોની પ્રિ-લોન્ચ ઇવેન્ટ યોજાનાર છે. જેમાં ખ્યાતનામ અભિનેતા અને આ એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટી હાજરી આપવાના છે.
આગામી ૧૩ થી ૧૬ એપ્રીલ, ૨૦૨૫ દરમિયાન દિલ્હી ખાતે યશોભુમી એક્ઝિબિશન સેન્ટરમાં ‘બિલ્ડીંગ મટીરીયલ્સનો ઇન્ટરનેશનલ એકસ્પો - વાઈબ્રન્ટ બિલ્ડકોન'યોજાવા જઈ રહ્યો છે. આ પ્રખ્યાત વાઇબ્રન્ટ બિલ્ડકોન'એકસ્પોની પ્રિ લોન્ચ ઇવેન્ટ મોરબી ખાતે રાખેલ છે જેમા ખ્યાતનામ બોલીવુડ અભિનેતા, બિઝનેસમેન અને એક્સ્પોના બ્રાન્ડ એમ્બસેડર તરીકે સુનીલ શેટ્ટી ઉપસ્થિત રહેવાના છે. આ પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટ તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ મોરબીમાં કેશવ બેંકવેટ હોલ ખાતે સાંજે ૪ થી ૭ વાગ્યે રાખેલ છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
