તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ત્રણ કરોડની સોપારી ઝડપતું મુન્દ્રા કસ્ટમ : પ્લાસ્ટિકના દાણાની આડમાં દાણચોરી
મિસ ડિકલેરેશન હેઠળ મંગાવાયેલ આ સોપારીનો જથ્થો સેઝમાં પ્રોસેસિંગ માટે મંગાવાયો હોવાનું જાહેર કરીને બજારમાં વેંચી નાખવાની મોડસ ઓપરેન્ડી હોવાનું ખુલ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩ : કેન્દ્ર સરકાર જયાં સુધી વ્હાઇટ કોલર દાણચોરો સામે એજન્સીઓની સંયુક્ત તપાસ કરી ગદ્દારો સામે દેશદ્રોહનો ગુનો નોંધી બેંક ખાતા, મિલકતો સીઝ કરવા જેવા આકરા પગલાં નહીં ભરે ત્યાં સુધી દાણચોરીનું રેકેટ ચાલતું રહેશે. ફરી એકવાર મુન્દ્રા પોર્ટ ઉપર પ્લાસ્ટીકના દાણાની આડમાં બે ક્ન્ટેનર ભરી ૫૩ હજાર કિલો રૂ. ત્રણ કરોડની સોપારી ઝડપાઈ છે.
મિસ ડિક્લેરેશન હેઠળ મંગાવાયેલ સોપારીનો આ જથ્થો સેઝમાં પ્રોસેસિંગ માટે મંગાવાયો હોવાનું ડિક્લેર કરી બજારમાં વેંચી નાખવાની મોડસ ઓપરેન્ડી હોવાનું તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડો કસ્ટમની એસબીએસ શાખા દ્વારા પડાયો છે.
જોકે, સરકારે કસ્ટમ, ડીઆરઆઈ જેવી એજન્સીઓની કામગીરી મીડિયા સુધી પહોંચાડવી જોઈએ. જે રીતે પોલીસ કામગીરીની વિગતો મળે છે અને ગુનેગારોની વિગત ગુનાઓની માહિતી લોકો, સમાજ સુધી પહોંચે છે એ રીતે દાણચોરી કરતા દેશદ્રોહી ગદ્દારોની માહિતી લોકો સુધી પહોચવી જોઈએ. જે રાષ્ટ્ર હિત માટે પણ જરૂરી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
