<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

બોટાદના સમઢીયાળા-૧ ના વિજય સેખલીયાના મકાનમાંથી ૧૯ લાખનો દારૂ ઝડપી લેતુ એસએમસી

મહારાષ્‍ટ્રથી દારૂ ભરેલું આઇસર કોડીનાર પહોંચાડવાનું હતુ

બોટાદના સમઢીયાળા-૧ ગામેથી વિજય સેખલીયાને દારૂ ભરેલા આઇસર સાથે ઝડપી લેવાયો હતો.

રાજકોટ, તા. ૩ :  સ્‍ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીને આધારે મહારાષ્‍ટ્રની કોડીનાર લઇ જવાનો ૧૯ લાખની કિંમતના દારૂ સાથેનું આઇસર બોટાદના સમઢીયાળા-૧ ગામેથી ઝડપી લેવાયું હતું.

સબ ઇન્‍સ્‍પેકટર એમ.એચ. શીનોલને મળેલી બાતમીને આધારે સમઢીયાળા-૧ ગામે રહેતા વિજય ગોરધનભાઇ સેખલીયાના મકાના દારૂ ભરેલું આઇસર ઝડપી લેવાયુ હતું. ભારતીય વિદેશી બનાવટની ૧૯૧પ૬ બોટલ દારૂ આઇસરમાંથી મળી આવી હતી. જેની કિંમત ૧૯ લાખ ૧પ હજાર છસ્‍સો થાય છે. આઇસર સહિત ૩૪,ર૦,૬૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે.

વિજય સેખલીયા મહારાષ્‍ટ્રથી દારૂ ભરી કોડીનાર લઇ જતો હોવાનું બહાર આવ્‍યું છે. મોકલવનાર અને મંગાવનારના મોબાઇલ ન઼બર વિજય પાસેથી મળ્‍યા છે. જેના આધારે બે સપ્‍લાયર અને એક રીસીવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(11:28 AM IST)