તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
જામકંડોરણામાં નાગબાઈ માતાજીના મંદિરે ભાદરવી અમાસનો મેળો યોજાયો

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા,તા.૩ : ખજૂરડા રોડ પર આવેલ શ્રી નાગબાઈ માતાજી તેમજ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરે વર્ષોથી પંરપરાગત યોજાતો ભાદરવી અમાસનો લોકમેળો યોજાયો હતો આ લોકમેળાને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો નાગબાઈ માતાજી મંદિર મેળા ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત આ લોકમેળામાં પ્રખ્યાત કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે નિહાળવાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો લોકમંળાના ઉદઘાટન સમયે ઘારાસભ્ય જયેશભાઈ રાદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ, સુરેન્દ્રસિંહ વાળા, પ્રાણજીભાઈ ત્રાડા તથા મેળા સમિતિના સભ્યોએ હાજરી આપી હતી આ લોકમેળામાં તાલુકાભરમાંથી જંગી મેદની ઉમટી પડી હતી અને મનભરીને મેળાની મોજ માણી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
